વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા જાહેરનામું બહાર પડાયું

માહિતી બ્‍યુરોઃ વલસાડ : નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા કેન્‍દ્રના ગૃહ વિભાગ દ્વારા તા.૨૯/૦૪/૨૦૨૧ના જાહેરનામાથી લોકડાઉનની મુદત તા.૩૧/૦૫/૨૦૨૧ સુધી વધારવામાં આવી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી આર.આર.રાવલ દ્વારા નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટની કલમ-૩૪ અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્‍વયે મળેલી સત્તાની રૂએ જાહેર જનતાની સલામતી અને કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા કેટલા નિયંત્રણો તા.૧૨/૫/૨૧ સુધી જ્‍યારે જિલ્લાના કન્‍ટેઇનમેન્‍ટ ઝોનમાં લોકડાઉન અવધિ તા.૩૧/૦૫/૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. 
 જે અનુસાર તા.૫/૫/૨૧થી તા.૧૨/૫/૨૧ના સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્‍થળોએ મહત્તમ ૫૦(પચાસ) વ્‍યક્‍તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/ દફનવિધી માટે મહત્તમ ૨૦ વ્‍યક્‍તિઓની મંજુરી રહેશે. સમગ્ર વલસાડ જિલ્લામાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોેશન, બેંક, ફાઇનાન્‍સ ટેક. સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્‍ઝેક્‍શન સેવાઓ, બેંકોનું ક્‍લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્‍ટોક એક્‍સચેન્‍જ, સ્‍ટોક બ્રોકરો, ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્‍યા ૫૦ ટકા સુધી સુનિશ્‍ચિત કરવાની રહેશે. આવશ્‍યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં
 સમગ્ર વલસાડ જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/ મેળાવડાઓ સદંતર બંધ રહેશે. રાજ્‍યમાં પ્રેક્ષકોની ઉપસ્‍થિતિ વગર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ/ સ્‍પોર્ટ્‍સ સ્‍ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. રાજ્‍યના તમામ ધાર્મિકસ્‍થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્‍થાનો ખાતેની દૈનિક પૂજા વિધી ધાર્મિકસ્‍થાનોના સંચાલકો કે પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્‍લિક બસ ટ્રાન્‍સપોર્ટ મહત્તમ ૫૦ ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. અન્‍ય રાજ્‍યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આર.ટી.પી.સી.આર. ટેસ્‍ટ સંબંધમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્‍ક અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સિંગનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. કોઇ પણ વ્‍યકિત આ હુકમનું ઉલ્લંઘન કરશે તો તેમની વિરૂધ્‍ધ ધી એપેડેમીક ડીસીઝ એક્‍ટ-૧૮૯૭, કોવિડ-૧૯ રેગ્‍યુલેશન તેમજ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની જોગવાઇઓ ઉપરાંત આઇ.પી.સી.ની કલમ ૧૮૮ હેઠળ કાનૂની પગલાં તથા અન્‍ય કાનૂની જોગવાઇઓ મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવા વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલે ચેતવણી આપી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close