શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠે હાલમાં જ વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સચોટ માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્યથી “ ઉઘમ ’નામના એક શૈક્ષણિક અભિયાનનો પ્રારંભ કર્યો

વિજ્ઞાનપ્રવાહના વિધાર્થીઓને ઉધમી બનાવતું શ્રીમદ્ રાજચંદ્ર મિશન પરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ ની પ્રેરણાથી કાર્યરત,કરંજવેરી ગામમાં આવેલ વિજ્ઞાન પ્રવાહની કોલેજ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ શ્રેષ્ઠ ગુણવત્તા વાળા શિક્ષણ માટે સુખ્યાત છે . 
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠે હાલમાં જ વિજ્ઞાન પ્રવાહના ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સક્ષમ બનાવવા તેમ જ ભવિષ્યની કારકિર્દી માટેનું યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્યથી “ ઉઘમ ’નામના એક શૈક્ષણિક અભિયાનનો પ્રારંભ કર્યો હતો .ઓનલાઈન લેવામાં આવેલ આ કાર્યક્રમમાં વલસાડ , ધરમપુર , કપરાડા , ખેરગામ , વાસંદા અને ચીખલી તાલુકાના ૨૫ થી વધુ ગામોની ૩૦ થી વધુ શાળાઓના ૬ ચ્છ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસને લક્ષમાં રાખતાં “ ઉદ્યમ ” કાર્યક્રમનું આયોજન ત્રણ ચરણમાં કરવામાં આવ્યું હતું . પ્રથમ ચરણમાં તેમને GUJCET અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત સંપૂર્ણ માર્ગદર્શન તથા યાદશક્તિ વધારવાની કળા , સ્વઅભ્યાસની ક્ષમતાનો વિકાસ અને સ્વાસ્થની કાળજા જેવા વિષયોની માહિતી આપવામાં આવી હતી . 
દ્વિતિય ચરણમાં વિદ્યાર્થીઓની GUJCET અને NEET આધારિત મોકટેસ્ટ લેવામાં આવી હતી,જેમાં ૩00 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . તૃતિય ચરણમાં આ મૈકટેસ્ટના પરિણામોની ઘોષણા ઉપરાંત વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ બાદ વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ શિક્ષણ , એડમિશનની માહિતી , ઉપલબ્ધ સ્કોલરશિપની જાણકારી તેમ જ કારકિર્દીની તકો વિષે માહિતગાર કરવામાં આવ્યા હતાં . કાર્યક્રમનું સમાપન કરતાં , શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠમાં યોજાએલ એક સન્માન સમારોહમાં મોકટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૨૫ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં , જેમાં અતિથિ વિશેષ હતાં , નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉ .સી .કે .ટિમ્બડી. તેમણે શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠની આ કાર્ય માટે ખૂબ સરાહના કરી હતી . કપરાડાની આનંદ નિકેતન એકલવ્ય મોડેલ રેસીડેન્સિપલ સ્કુલના પ્રિન્સિપાલ શ્રી વસંત પાઠકે ઉદ્યમ કાર્યક્રમમાં સમાવિષ્ટ થયેલ મુદ્દાઓને વિઘાર્થીઓને અસરકારક રીતે સમજાવવા બદલ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠનો આભાર માન્યો હતો . શ્રેષ્ઠ કામગીરી અને ઉત્તમ સંચાલન માટે iso 9001 અને iso 29990 એ બંને પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ ગુજરાતમાં પ્રથમ જ વિજ્ઞાનપ્રવાહની કોલેજ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ , B.Sc. , M.sc અને PGDMLT નો અભ્યાસક્રમ ધરાવે છે , જેનો મુખ્ય ક્ટિશ્ય વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ , સકારાત્મક વલણ , ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ અને સર્વાગી વિકાસની પાંખો આપી ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદ્યમી બનાવવાની છે . હવે નિયમિતપણે યોજાનાર ‘ ઉદ્યમ ” કાર્યક્રમ આ તરફ મંડાયેલ એક ઓર પગલું 


Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close