રેલવે સ્ટેશન પરિસરમાં તેમજ ચાલુ ટ્રેનમાં પણ દરેક મુસાફરે માસ્ક પહેરવો ફરજિયાત કરી દેવાયું છે. આ માટે બેદરકારી દાખવનાર અને ગફલત ખાનાર મુસાફરે ૫૦૦ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે

 દેશના તમામ રેલવે સ્ટેશન પરિસરમાં તેમજ ચાલુ ટ્રેનમાં પણ દરેક મુસાફરે માસ્ક પહેરવો ફરજિયાત કરી દેવાયું છે. આ માટે બેદરકારી દાખવનાર અને ગફલત ખાનાર મુસાફરે ૫૦૦ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે. રેલવે બોર્ડ દ્વારા આ નિયમ આગામી ૬ માસ સુધી ભારતીય રેલવેમાં અમલી બનાવવાની જાહેરાત કરાઇ છે.
ઉનાળા દરમિયાન વિવિધ માર્ગો પર ટ્રેનોમાં મુસાફરોનું ભારણ વધી જવા પામ્યું છે. જેને જોતા પશ્ચિમ રેલવે દ્વારા તા.૧ એપ્રિલથી તા.૧૫ એપ્રિલ સુધીમાં ૨૩૪ ટ્રેનો વિવિધ સ્થળો માટે દોડાવાઇ હોવાનું રેલવેના અધિકારીઓનું કહેવું છે. 
મુસાફરોની માંગ અને સુવિધા માટે ૩૮ સમર સ્પેશિયલ ટ્રેનોની ૧૯૬ ટ્રીપોની જાહેરાત કરાઇ છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને પૂર્વીય ભારતના વિસ્તારોમાં તા.૧૦ એપ્રિલથી સમર વિશેષ ટ્રેનોની ૬૧ ટ્રીપોની જાહેરાત કરવામાં આવી છે.તા.૩૦ જુન ૨૦૨૧ સુધી ૩૦ જોડી ફેસ્ટિવલ વિશેષ ટ્રેનોનો દોડાવાશે. એપ્રિલ માસમાં મુસાફરોના ધસારાને જોતા ટ્રેનોમાં ૨૩૩ થી વધુ કોચ ઉમેરાયા છે.હાલની ટ્રેનોમાં હંગામી ધોરણે ૫૭૫ વધારાના કોચ જોડાયા છે.

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close