વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના મોબાઈલમાં IMEI બદલી સસ્તા ભાવે વેંચી દેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

                   વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના મોબાઈલમાં IMEI બદલી સસ્તા ભાવે વેંચી દેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાથે જ 2 આરોપી ઓની ધરપકડ કરી 29 જેટલા મોંઘા મોબાઈલ, 3 લેપટોપ, મોબાઈલ રિપેરીંગના ઇન્સ્ટ્રુમેન્ટ સહિત કુલ 1,23,000 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે IPC 41(1)D, 102 મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ LCB તરફથી મળેલી વિગતો મુજબ LCB ની એક ટીમ વાપીમાં મિલકત સબંધી ગુન્હા શોધવા પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે વાપીમાં આવેલ હિના આર્કેડ નામની બિલ્ડીંગની પાછળની ગલીમાં મદની મોબાઈલ સોલ્યુશન નામની દુકાન આવેલી છે. જેમાં ચોરીના મોબાઈલના IMEI બદલી તેને સસ્તા ભાવે વેંચી દેવાનો કારોબાર ચાલે છે. 
       આ બાતમી આધારે LCB ની ટીમે મદની મોબાઈલ સોલ્યુશન નામની દુકાનમાં રેઇડ કરી હતી. દુકાનમાં મનિષ કતવાર જયસ્વાલ અને ઓપરેટરે અમિત અચ્છેલાલ જયસ્વાલ નામના 2 ઈસમો હાજર હતાં. જેમની સામે કાઉન્ટરના ટેબલ ઉપર અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા સાદા મોબાઇલ ફોન તથા એપલ કંપનીના મળી 29 જેટલા મોબાઇલ ફોન, 3 લેપટોપ, 1 ડેસ્કટોપ, મોબાઇલ રીપેરીંગ કરવાના ઇન્સટ્રુમેન્ટ પડ્યા હતાં. જે તમામ મોબાઇલ ફોનના તથા લેપટોપ કમ્યુટરના બિલ કાગળો પુરાવા માંગતા તેઓ આપી શક્યા નહોતાં.
LCB ની ટીમે કુલ 1,23,000નો મુદ્દામાલ તથા બને આરોપીઓ મનીષ અને અમીતની ધરપકડ કરી LCB ઓફીસે લાવી વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બંને ઈસમો પાસે વાપીમાં દિવસ-રાત્રીના મોબાઈલ સ્નેચિંગ કરતા ચોર ઈસમો આ ચોરીના મોબાઇલ ફોન આપી જતા હતા જે મોબાઈલ ફોનને આ ભેજાબાજ ઈસમો લેપટોપમા અલગ અલગ સોફટવેરો જેવા કે , Miracle box , Octoplus Shel , Secret Tool , UFI , Sam Key Code Reader , Infinity Box , Samsung FRP 2020 , Turbo Flasher , Qualcomm FRP Tool ને ઓનલાઇન ડાઉનલોડ કરી ડોંગલથી ઓપરેટ કરી મોબાઇલ ફોનોને સોફટવેર મારી ફોર્મેટ , પેટર્ન લોક / અનલોક , IMEI ચેન્જ, કોડ કલીયરની એપ્લીકેશનો મારફતે મોબાઇલ ફોર્મેટ કરી IMEI ચેન્જ કરી મોબાઇલ ફોન સસ્તા ભાવે વેચી આપતા હતાં 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close