મહારાષ્ટ્રમાં લૉકડાઉન બાદ અનેક ટીવી શોના પ્રોડ્યૂસર્સ અલગ-અલગ શહેરમાં જઈને શૂટિંગ કરી રહ્યાં છે.મુંબઇમાં શૂટિંગ બંધ થતા તારક મહેતાની ટીમ દમણમાં

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મેકર્સે 15 દિવસ સુધી શૂટિંગ કર્યું ન હોતું. પ્રોડ્યૂસર્સ પાસે એટલા એપિસોડ 
પેંડીગ હતા જેથી હવે, અસિત મોદીએ મુંબઈની બહાર વાપી-દમણના રિસોર્ટમાં શૂટિંગ શરૂ કર્યું છે. મિડિયા સાથેની વાત-ચીતમાં અસિત મોદીએ કહ્યું હતું કે આખી ટીમની સાથે તેઓ મુંબઈની બહાર વાપી-દમણ સ્થિત એક રિસોર્ટમાં બાયોબબલમાં રહીને શૂટિંગ કરી રહ્યાં છે.
     કોઈ પણ બહારની વ્યક્તિ અંદર આવી શકશે નહીં. પૂરી ટીમ તમામ તૈયારી સાથે અહીંયા આવી છે. જો મુંબઈથી કોઈ કલાકાર કે પછી ક્રૂ કે પ્રોડક્શનનો કોઈ મેમ્બર વાપી આવે છે તો તેણે સૌ પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. તે નેગેટિવ આવે તો જ તે અહીંયા આવી શકશે. અન્ય સિરીયલોના પણ શૂટિંગ ચાલુ થયા છે.
      વધુમાં અસિત મોદીએ કહ્યું હતું કે તે અને આખી ટીમ સાથે મળીને એકબીજાને સપોર્ટ કરે છે. સેટ પર બહુ જ ઓછા ક્રૂ મેમ્બર્સ રાખવામાં આવ્યા છે. નાના-મોટા કામો તમામ કલાકારો જાતે જ કરી રહ્યાં છે. તેમનો પરિવાર મુંબઈમાં છે. જોકે, તે શોના કલાકારો સાથે વાપીમાં છે. આ પણ તેમનો પરિવાર છે અને તે બધાનું ધ્યાન રાખી રહ્યાં છે. તેમણે રોજમદાર વર્કર્સનું પણ ધ્યાન રાખવાનું છે. શરૂઆતમાં તેઓ અવઢવમાં હતા કે તે શૂટિંગ માટે રાજ્ય બહાર જાય કે નહીં. જોકે, ટીમે જ તેમને મોટિવેટ કર્યાં હતાં.

મહારાષ્ટ્રમાં લૉકડાઉન થતાં આ શોનું શૂટિંગ મુંબઈ બહાર થઈ રહ્યું છે

શો શૂટિંગ લોકેશન
કુમકુમ ભાગ્ય                  ગોવા
ઈમલી                            હૈદરાબાદ
આપકી નઝરો ને સમજા.      ગોવા
સાથ નિભાના સાથિયા 2.    ગુજરાત
ગુમ હૈ કિસી કે પ્યાર મેં       દિલ્હી
હમારી વાલી ગુડ ન્યૂઝ.      હરિયાણા
ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટી.       સુરત
ઇન્ડિયન આઈડલ 12.        દમણ

આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close