વાપીના ચાણોદ ખાતે 24 વર્ષીય યુવતી પંખા દુપટ્ટો બાંધી આત્મા હત્યા કરી લાશ મળી પોલીસે લાશનો કબજો લઇ પીએમ માટે મોકલી આપી. મહિલાએ આત્મહત્યા કરી કે હત્યા થઈ પીએમ રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે

   વાપીમાં ચણોદ કોલોની વિસ્તારમાં આવેલ અલકનંદા બિલ્ડીંગ, 'બી' વિંગમાં ફ્લેટ નંબર 203માં રહેતી અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર બેડરૂમમાં પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લેતા આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે.
.    આત્મહત્યા કરનાર મહિલા ની ફાઈલ તસવીર 
                  વાપીમાં ગુરુવારે બપોરે 2 વાગ્યા આસપાસ અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ પોતાના ઘરે બેડરૂમમાં પંખાના હુંક સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે ડુંગરા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે જઈ પરિણીતાના મૃતદેહનું નિરીક્ષણ કરી વધુ તપાસ માટે મૃતદેહને વાપીના ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિણીતાના પરિવારજનોને સોંપ્યો હતો. 
  જો કે મળતી વિગતો મુજબ ગળેફાંસો ખાઈ અગમ્ય કારણોસર મોતને વહાલું કરનાર અનિતા અને તેનો પરિવાર મૂળ કચ્છનો છે. અનિતાના લગ્ન ચારેક વર્ષ પહેલાં ભાવેશ ભાનુશાલી સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક અઢી વર્ષનો પુત્ર છે. અનિતાએ આ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
  જ્યારે અનિતાના માતા-પિતા, ભાઈ અને મામાના પરિવારમાંથી વિગતો મળી હતી કે અનિતા આ રીતે ગળેફાંસો ખાઈ લે એ શક્ય નથી. તેમજ તેમનો મૃતદેહ જે બેડ પરથી મળ્યો હતો.
 તે બેડ અને પંખાની હાઈટ એટલી વધારે નહોતી કે તેમાં લટકી ને ગળેફાંસો ખાઈ શકાય જો કે હાલ આ મામલે તેમને જે શંકા છે તે શંકા અંગે તે પોલીસમાં રજુઆત કરી તપાસ ની માંગણી કરતી રજુઆત ડુંગરા પોલીસ મથકે કરી છે તેવી વિગતો મળી હતી. જ્યારે આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ રાહ જોવાય રહી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close