આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, જે 21 એપ્રિલ સુધી રહેશે.

આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, જે 21 એપ્રિલ સુધી રહેશે. ઘટ સ્થાપના માટે આજે આખા દિવસમાં 4 શુભ મુહૂર્ત રહેશે. હાલ દેશમાં કોરોનાને કારણે જે પરિસ્થિતિ છે એને કારણે અનેક શહેરોમાં લોકડાઉન પણ છે. એવામાં નવરાત્રિની ઘટ સ્થાપના અને પૂજા માટે બધી સામગ્રી મળવી મુશ્કેલ થઈ શકે છે.
શાસ્ત્રો જણાવે છે કે આપાતકાળ કે મહામારી સમયે જેટલી સામગ્રી મળે એના દ્વારા જ પૂજન કરી લેવું જોઇએ. ઓછી સામગ્રીમાં પૂજા કરવાથી કોઇ દોષ લાગતો નથી. ઘટ સ્થાપના અને પૂજાની સરળ વિધિ અહીં અમે તમને જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે ઘરમાં જ સુરક્ષિત રહીને નવરાત્રિની પૂજા સરળતાથી કરી શકશો.
આ વખતે નવરાત્રિમાં તિથિઓની વધ-ઘટ ન હોવાથી દેવીપૂજા માટે નવ દિવસ મળી શકશે. આ શુભ સંયોગ છે, સાથે જ અશ્વિની નક્ષત્રમાં નોરતાં શરૂ થવાથી દેવી આરાધનાથી રોગનાશનું વિશેષ ફળ મળશે. આ નોરતાંની શરૂઆત 4 મોટા શુભ યોગમાં થઈ રહી છે, જેનો શુભ પ્રભાવ દેશભરમાં રહેશે. આ વર્ષે ભારતી, હર્ષ, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિયોગની અસર નોરતાંના આઠમ દિવસે જોવા મળી શકે છે. શુભ યોગના પ્રભાવથી બીમારી અને ભયનું વાતાવરણ દૂર થઇ શકે છે, સાથે જ લોકોની આવક વધશે. દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. આ વખતે નોરતાંમાં કોઈપણ તિથિનો ક્ષય ન થવો પણ શુભ સંકેત છે.
મહામારીને કારણે નવરાત્રિમાં દૈનિક જીવનમાં થોડો ફેરફાર કરવો જોઇએ. નોરતાં દરમિયાન દરરોજ સૂર્ય નમસ્કાર કરવા અને ઊગતા સૂર્યને જળ ચઢાવવું જોઇએ. સૂર્યપૂજાથી દેવી પ્રસન્ન થાય છે, સાથે જ આવું કરવાથી પોઝિટિવ ઊર્જા મળે છે.
આ દિવસોમાં શક્તિપીઠ કે દેવીદર્શન માટે મંદિર જઈ શકાય નહીં તો ઊગતા સૂર્યમાં જ દેવીના સ્વરૂપનું ધ્યાન કરીને પ્રણામ કરવા જોઇએ. દુર્ગાસપ્તશતીના અધ્યાયમાં આ પ્રકારનું ધ્યાન મંત્ર જણાવવામાં આવ્યું છે.
દરેક વ્યક્તિમાં રહેલી જીવન શક્તિ દેવીતત્ત્વનું જ સ્વરૂપ છે. એના માટે માર્કંડેય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યો છે "યા દેવી સર્વભૂતેષુ ક્ષુધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમ: તસ્યૈ નમો નમ:" એટલે વ્રત-ઉપવાસ સાથે જ યોગ, ધ્યાન અને પ્રાણાયમથી પોતાની જીવન શક્તિ વધારવી પણ દેવી આરાધના છે.કળશમાં જીવન શક્તિની સ્થાપના થાય છે અને નવ દિવસ સુધી એની પૂજા કરવામાં આવે છે.કળશમાં જીવન શક્તિની સ્થાપના થાય છે અને નવ દિવસ સુધી એની પૂજા કરવામાં આવે છે.
 જ્યોતિષાચાર્ય જણાવ્યા પ્રમાણે, જે પ્રકારે પૃથ્વીના ગ્લોબમાં જણાવવામાં આવ્યું છે એ પ્રકારે જળથી ભરેલો કળશ બ્રહ્માંડનું પ્રતીક છે. કળશમાં પંચતત્ત્વ અને બ્રહ્માંડમાં રહેલાં શક્તિતત્ત્વની સ્થાપના કરવામાં આવે છે. નવ દિવસ સુધી એ પોઝિટિવ ઊર્જાની પૂજા કરવામાં આવે છે જેને કારણે ધરતી ઉપર નાનાથી મોટા દરેક પ્રકારના જીવનને જીવન મળે છે. આ પ્રકારે કળશમાં જીવન શક્તિની સ્થાપના થાય છે અને નવ દિવસ સુધી એની પૂજા કરવામાં આવે છે.

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close