આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજ્યુકેશન વાપી દ્વારા આંતર કોલેજ વ્યાખ્યાન માળા અંતર્ગત વ્યાખ્યાન યોજાયું.....

વાપી સ્થિત આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી ના પ્રા. ડૉ. રોહિતભાઈ પટેલનું "Digital Lesson Plan" ઉપર વ્યાખ્યાન યોજાયું. પ્રવર્તમાન સમય એટલે ICT નો સમય અને તેમાં જો શિક્ષકો પણ નીતનવીન રીતે તેના ઉપયોગ કરતા થાય એ માટે S.Y.B.Ed.ના તાલીમાર્થીઓ નવું નવું શીખે અને શિક્ષણમાં પોતાનું આગવું યોગદાન આપે એ હેતુસર ડો. રોહિતભાઈ પટેલ દ્વારા "ડિજિટલ લેશન પ્લાન" વિષય સંદર્ભે વ્યાખ્યાન રજુ કર્યું હતું. 
કાર્યક્રમની શરુઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી અને F.Y. B.ed. ના તાલીમાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરી હતી.ત્યાર બાદ ડૉ.રોહિત પટેલ સાહેબ દ્વારા ડિજિટલ લેશન પ્લાન તેમજ વિવિધ સોફ્ટવેર પર લેસન બનાવતા અને ઉપયોગ કરવા અંગે તેમણે તાલીમાર્થીઓને શાળાકક્ષાએ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સંદર્ભે ચર્ચા કરી કમ્પ્યુટર લેબમાં લઈ જઈ તાલીમાર્થીઓ પ્રત્યક્ષ શીખી શકે એ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.એડ.કોલેજના અઘ્યાપકો ડૉ. વૈશાલી દેસાઈ, પ્રા.દિક્ષીતા, પ્રા. પૂજા સિધ્ધપુરા, પ્રા. અક્ષય ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ થતા કોલેજના આચાર્ય ડો.પ્રીતિ જે ચૌહાણે સમગ્ર કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close