વાપીના શ્રીરાજરાજેશ્વરી વિદ્યામંદિર શાળાનું ગૌરવ:- ખેલમહાકુંભ 2.0 હેન્ડબોલ ગુજરાત દક્ષિણ ઝોન કક્ષાની સ્પર્ધામાં વાપી શહેરના અંડર-14 ખેલાડીઓ ચેમ્પિયન બન્યા

વાપીઃ- તાજેતરમાં ખેલ મહાકુંભા 2.0 હેન્ડબોલ અન્ડર 14 છોકરાઓ, સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ઝોનની સ્પર્ધા વી.એસ. પટેલ કોલેજ, બીલીમોરા જી-નવસારી ખાતે યોજાઈ હતી જેમાં કુલ 8 જીલ્લાના બેલાડીઓ ભાગ લીધો હતો.
આ રમત ખેલમહાકુંભ 2.0 હેન્ડબોલ ગુજરાત દક્ષિણ ઝોન કક્ષાની સ્પર્ધામાં વાપી શહેરના અંડર-14 ખેલાડીઓ ચેમ્પિયન બન્યા હતા. ફાઈનલ મેચ સુરત સિટી વિરુદ્ધ વાપી સાથે રમાઈ હતી. જેમા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાના છોકરાઓ વિજેતા બન્યા હતા.. શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાના ખેલાડી 
અનુરાગ યાદવ, 
કાશિફ મિર્ઝા, 
અવનીશ ચૌહાણ 
અંકિત યાદવ, 
અમિત યાદવ, 
શિયોમ સિંહ, 
રિતિક શર્મા, 
અભિષેક મંડળ, 
વિવેક ગુપ્તા, 
અંશ રાય, 
નાયતિક પાલ, 
રોનક ઘોટી, અને 
અભય સિંહ 
ઓલ ઓવર રાજ્ય કક્ષા માટે પસંદ થયા છે. આ સિદ્ધિ બદલ શાળાના શારીરિક શિક્ષણ, શિક્ષક માઝીદ હુસૈન મિર્ઝા અને અમરજીત મહતો અને શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close