દમણ ખાતે યોજાયેલી ટંડેલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોસંબા ગામની તેજ એકવા ટીમ ફાઇનલ બની.

શ્રી માછી સમાજ સ્પોર્ટસ એન્ડ કલ્ચર એસોસિયેશન, નાની દમણ દ્વારા આયોજિત તા- ૧૯/૩/૨૦૨૪ થી ૨૦/૩/૨૦૨૪ ના રોજ ટંડેલ સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ ટુર્નામેન્ટનમાં કુલ ૧૮ કાંઠા વિસ્તારનાં ટંડેલ સમાજનાં ગામોની ટીમોએ ભાગ લીધો હતો. બે દિવસ ચાલેલી આ સ્પર્ધામાં દરેક ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અંતે તેજ એકવા કોસંબા તથા કોલક ગામની ટીમોએ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલ મુકાબલામાં કોલકની ટીમે નિર્ધારિત ૬ ઓવરની મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ૮ વિકેટ ના નુકશાને માત્ર ૪૩ રન નોંધાવ્યાં હતાં. જેના જવાબમાં તેજ એકવા ટીમ માત્ર ત્રણ ઓવરમાં જ ધુંવાધાર બેટિંગ કરી વિના વિકેટે વિજય હાંસલ કર્યો હતો. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ દિવ્યેશભાઈ ટંડેલ કોસંબા, બેસ્ટ બૅસમેન વિરલ ટંડેલ કોલક, બેસ્ટ બોલર દિશાંત ટંડેલ કોલક તથા બેસ્ટ ફિલ્ડર જીગર ટંડેલ કોસંબા રહ્યાં હતાં. ફાઈનલ વિજેતા ટીમને ફાઈનલ ટ્રોફી તથા ૨૧૦૦૦ રૂપિયા તેમજ ઉપવિજેતા ટીમને ટ્રોફી તથા ૧૧૦૦૦ રૂપિયાનું રોકડ પુરસ્કાર તેમજ અન્ય ઈનામો આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતાં. આ સ્પર્ધાને સફળ બનાવવામાં સબા, માનવ તથા અન્ય સહાયક સાથીમિત્રોએ તનતોડ મહેનત કરતાં નજરે ચઢ્યાં હતાં.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close