નુકસાન થાય તેવા કલરથી આ ધુળેટી રમવી ના જોઈએ અને સૌએ હળવી મળીને આજ ના દિવસે રાગદ્રેશ ભૂલી પરિવારની જેમ સાથે રહીને તહેવારની મજા માણવી જોઈએ.

સમગ્ર ગુજરાત ધુળેટીના રંગે રંગાઈ ગયું છે.ત્યારે વાપીના યુવાઘન, મહિલાઓ, બાળકો, અને નાના-મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ઘુળેટી પર્વની મજા માણી રહ્યાં છે.સાથે ડીજેના તાલે ક્યાક ડાન્સ તો ક્યાક લોકો ગરબા ઘમી રહ્યાં છે. વાપીની વિવિધ સોસાયટી ઓ માં લોકો પરિવાર સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી છે.
વાપી કસ્ટમ રોડ ઉપર આવેલી સાનિધ્ય સોસાયટીમાં ચારથી પાંચ બિલ્ડીંગના તમામ નાના મોટા લોકો નીચે કમ્પાઉન્ડમાં આવી નેચરલ કલરથી હોળી પર્વની ઉજવણી કરી હતી સાથે લોકોને મેસેજ પણ આપ્યો હતો કે વ્યક્તિને નુકસાન થાય તેવા કલરથી આ ધુળેટી રમવી ના જોઈએ અને સૌએ હળવી મળીને આજના દિવસે રાગદ્રેશ ભૂલી પરિવાર ની જેમ સાથે રહીને તહેવારની મજા માણવી જોઈએ.
સોસાયટીમાં રહેતા અલગ અલગ રાજ્યના લોકો આજના દિવસે એક સાથે મળી અને ધુળેટી પર્વની ઉજવણી સાથે કરતા નજરે ચડ્યા હતા બાળકો આજના પર્વને ધ્યાન રાખી અલગ અલગ કલરની જેમ પોતાના રંગમાં રમતા નજરે ચડ્યા હતા તો બીજી તરફ સોસાયટીની દરેક મહિલાઓ એક બીજાને કલર લગાડી ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close