આજે રામનવમી ના પવિત્ર અવસરે દમણ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.આ અવસરે દમણ દીવ લોકસભા ચૂંટણી 2024 ના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઇ પટેલ દ્વારા શોભાયાત્રામાં સપત્નીક ઉપસ્થિત રહીને પૂજા અર્ચના કરવામાં આવી હતી.

રામનવમી એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ, રામ જન્મભૂમિ અયોધ્યામાં 5 સદીની રાહ જોયા બાદ રામ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઇ છે ત્યાર બાદ આ આપણી પ્રથમ રામનવમી છે આજના પાવન દિવસની ઉજવણી માટે આપણા પ્રદેશમાં અને દેશભરમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છે. 
આ શુભ દિવસ પર હું દમણ દીવની જનતાને જે મારા પરિવારના સભ્યો પણ છે તેમને શાશ્વત શુભેચ્છાઓ પાઠવું છુ તેમજ પ્રભુ શ્રી રામ પાસે આપ સૌ ની સુખાકારી માટે પ્રાર્થના કરૂ છુ જય શ્રી રામ 
આજની રામનવમી ની શોભાયાત્રા માં શ્રી લાલુભાઇ પટેલની સાથે ભાજપ દાનહ દમણ દીવ ના પ્રમુખ શ્રી દીપેશ ભાઈ ટંડેલ, ઉપપ્રમુખ શ્રી નવીન ભાઈ રમણભાઈ પટેલ,
પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ શ્રી બી.એમ.માછી, પ્રદેશ ભાજપના મંત્રી શ્રી જીગ્નેશ.ડી.પટેલ, દમણ જીલ્લાં ભાજપના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, ભાજપ ઓબીસી મોરચાની રાષ્ટ્રીય પરિષદના સદસ્ય શ્રી વિશાલ ટંડેલ,ઓબીસી મોર્ચા મહામંત્રી શ્રી ભરત પટેલ,શ્રી જેન્તીભાઈ પટેલ,શ્રી મહેન્દ્ર કાંબલી,શ્રી રમેશ પટેલ,શ્રી વસીમ સૈયદ વગૈરેહ રહ્યા હતા.

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close