શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવનું ગૌરવ

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવનો વિધાર્થી જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી રાજ્ય કક્ષા માટે પસંદગી પામતા શાળાનું ગૌરવ વધ્યું છે.
"સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા " દ્વારા જિલ્લા કક્ષાની કરાટેની સ્પર્ધા તારીખ 3 ઓગસ્ટ 2024 ના રોજ અતુલ વિદ્યાલય શાળામાં યોજવામાં આવી હતી. જેમાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ સેકેન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવનો ધોરણ 9 ગુજરાતી મીડીયમ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ક્રિષ્ના ઋષિકેશ રાય જેમણે 45 કિલો વજનની અંદર આ રમતમાં ભાગ લીધેલ હતો. જેમાં 16 જેટલી શાળાઓએ પણ ભાગ લીધેલ હતો.જેમાં ક્રિષ્ના ઋષિકેશ રાયે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું . હવે ક્રિષ્નાકુમાર રાય રાજ્યકક્ષા એ ભાગ લેશે. તેમની આ સિદ્ધિ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી , ડાયરેક્ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્યાય , ડાયરેક્ટર શ્રી ડૉ.શૈલેષ લુહાર , શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષક ગણો અને શાળા પરિવાર દ્વારા એ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close