ઝૂલેલાલનો જન્મદિવસ એટલે ‘ચેટી ચાંદ’. ભારતના તેમજ દૂર દેશોમાં વસેલા સિંધીઓ ધામધૂમ, ઉત્સાહ અને ઘણી શ્રદ્ધાથી ‘સિંધી દિવસ’ તરીકે ઊજવે છે.



ઝૂલેલાલનો જન્મદિવસ એટલે ‘ચેટી ચાંદ’. ભારતના તેમજ દૂર દેશોમાં વસેલા સિંધીઓ ધામધૂમ, ઉત્સાહ અને ઘણી શ્રદ્ધાથી ‘સિંધી દિવસ’ તરીકે ઊજવે છે.
વિશ્વમાં સિંધી સમાજને જોડી રાખવા ઝગમગ જયોતિ સ્વરૂપ ‘ઝૂલેલાલ’ને સિંધી ભાઇઓ શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક તેમજ ઇષ્ટદેવ તરીકે માને છે.સિંધી સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પોતાનું યોગદાન આપ્યું છે. વિચારકોએ વિશ્વમાં સિંધી જાતિ તથા સમાજને જોડી રાખવા ઝગમગ જયોતિ સ્વરૂપ ‘ઝૂલેલાલ’ -‘ઝૂલણસાંઇ’ને શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક, તેમજ ઇષ્ટદેવ તરીકે માનવા પ્રેરિત કર્યા છે.

આશરે એક હજાર ચાલીસ વર્ષ અગાઉ સિંધમાં મિરખશાહ નામે બાદશાહ પોતાની પ્રજા ઉપર જોર- જબરદસ્તીથી પોતાનો ધર્મ અપનાવવા અત્યાચાર કરતો હતો, તેથી તે વખતે સિંધીઓનું અસ્તિત્વ ખતરામાં હતું. બાદશાહના અત્યાચારોમાંથી મુકિત પામવા બધા સિંધીઓ સિંધુ નદીના કિનારે એકઠા થયા અને વરુણદેવ અર્થાત જલદેવતાને બાદશાહના જુલમોથી છોડાવવા તેમજ ધર્મનો જય-જયકાર કરવા પ્રાર્થના-અર્ચના કરી. સાતમા દિવસની રાત્રે સિંધુ નદીની લહેરો વચ્ચે ‘સંત ઉડેરોલાલ’ના સ્વરૂપે પલ્લે (મચ્છ) ઉપર સવાર થઇ પ્રકટ થયા અને તે વખતે આકાશવાણી થઇ કે – ‘હે મારા પ્રિયજન ભકતો, હું તમારા ઉપર થતા અત્યાચારો દૂર કરવા તથા હિંદુ ધર્મની રક્ષા કરવા ‘વરુણદેવ’ સ્વરૂપે નસરપુરના રહેવાસી ભાઇ રતનરાયના ઘરે જન્મ લઇને આવીશ.’

વિક્રમ સંવત ૧૦૦૭માં માહે ચૈત્રના બીજા શુક્રવારના દિવસે રતનરાયના ઘરે એક સુંદર અને ચમત્કારી બાળકનો જન્મ થયો. આમ જનતા બાળકના જન્મની ખુશીઓ ઊજવવા લાગી. જયારે આવા ચમત્કારી બાળકના જન્મની જાણ બાદશાહને થઇ ત્યારે તેણે બાળકને મારી નખાવવા ઘણી કોશિશ કરી, પરંતુ બધી કોશિશ નાકામિયાબ રહી. છેવટે બાદશાહ ગભરાયો અને તે ચમત્કારી બાળક -‘ઝૂલેલાલ’, ‘લાલસાંઇ’, ‘ઝૂલણસાંઇ’ આગળ પોતાનું માથું ઝુકાવ્યું અને માફી માગી. તે પછી મિરખશાહે તે જગ્યાએ એક મંદિરનું નિર્માણ કરાવ્યું અને તે મંદિરને ‘જિંદાહપીર’ નું નામ આપ્યું. તે મંદિર આજે પણ એક તીર્થસ્થાન છે.

ઝૂલેલાલને અમરલાલ સાંઇ, ઉડેરોલાલ, દરિયાશાહ, વરુણદેવ, જિંદાહપીર, ઝૂલણસાંઇના નામે ઓળખવામાં આવે છે. ઝૂલેલાલબધા સિંધીઓના ઇષ્ટદેવ છે. તેમજ એકતા ભાઇચારાના પ્રતીક પણ છે. ઝૂલેલાલના જન્મદિવસને ‘સિંધીપત જો ડીંહું’ અને ‘ચેટીચાંદ’ તરીકે સિંધી સમાજ ઊજવે છે. આ દિવસે ‘ઝૂલેલાલ બહરાણો સાહબ’ સ્વરૂપે શાહી સરઘસ કાઢી ધામધૂમથી ખુશીઓ મનાવવામાં આવે છે. વાજતે-ગાજતે નાચતાં બધા સિંધીઓ ‘ઝૂલેલાલ બેડાપાર’ના નારા સાથે આખા વાતાવરણને ખુશીઓથી ગુંજવી દેશે. સરઘસમાં અનેક પ્રકારની સાંસ્કૃતિક કલાકૃતિઓને ટ્રકોમાં શણગારવામાં આવે છે અને ઠેર-ઠેર પ્રસાદ આપવામાં આવે છે. સિંધ સમાજ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન આ દિવસે કરવામાં આવે છે. આજ નો ચેટીચાંદ દિવસ દેશના બધા નાગરિકોને ખુશીઓ અને સુખોથી ભરી દે તથા શાંતિ, સમૃદ્ધિ અને એખલાસ, એકતા, દેશભકિત અને ભાઇચારાનો સંદેશ લઇને આવે છે.

આ ન્યૂઝ તેમજ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close