‘યુગ’ અને ‘આદિ’ શબ્દોની સંધિથી ‘યુગાદિ’ શબ્દ બને છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં તેને ‘ઉગાદિ’ કહે છે. એટલે કે આ પર્વ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ઉગાદિ તરીકે અને મહારાષ્ટ્રમાં ‘ગુડી પડવા’ તરીકે ઊજવાય છે.

‘યુગ’ અને ‘આદિ’ શબ્દોની સંધિથી ‘યુગાદિ’ શબ્દ બને છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં તેને ‘ઉગાદિ’ કહે છે. એટલે કે આ પર્વ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ઉગાદિ તરીકે અને મહારાષ્ટ્રમાં ‘ગુડી પડવા’ તરીકે ઊજવાય છે.

ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો, વર્ષ પ્રતિપદા, સૃષ્ટિનો જન્મદિવસ. યુગાબ્દ (યુધિષ્ઠિર સંવત) 5116ની પૂર્ણાહુતિ અને 5117નો મંગળ પ્રારંભ. હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસનું અનેરું મહત્ત્વ છે. આ દિવસ સાથે હિન્દુકાલગણના, હિન્દુ વિરાસત અને હિન્દુ સંસ્કૃતિ સંકળાયેલી છે. તો આવો ગુડી પડવાના આ ભારતીય ઉત્સવ પર તેની સાથે જોડાયેલી રોચક અને ભારતીય સંસ્કૃતિ, પરંપરા પર ગર્વ થાય તેવી કેટલીક બાબતો વિશે જાણીએ...હિન્દુ બહુ સહિષ્ણુ છે. આ કહેવા પૂરતું નથી. આવું અનેક જગ્યાએ તમને લાગશે ! તે અપમાનને પણ સહજતાથી સ્વીકારી લે છે. કેવી રીતે ? જુવો... વિશ્ર્વના ખગોળ વૈજ્ઞાનિકો જેને સચોટ ગણના માને છે તે હિન્દુ કાલગણનાનું ભારતમાં જ કોઈ મહત્ત્વ નથી ! હિન્દુઓની તિથિ, નવું વર્ષ, વિક્રમ સંવત સચોટ અને ભૂલ વગરનું છે. છતાં ભારતમાં બધે જ સ્વીકાર્ય નથી. 

અહીં કારતકથી આસો અથવા ચૈત્રથી ફાગણ નહિ પણ જાન્યુઆરીથી ડિસેમ્બર ચાલે છે. નવા વર્ષની ઉજવણી સૃષ્ટિના જન્મદિવસ એવા ચૈત્ર સુદ એકમના દિવસે નહિ પણ પહેલી જાન્યુઆરીના દિવસે થાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી... વાળું ગ્રેગોરિયન કેલેન્ડર પણ સમયની દ્ષ્ટિએ એટલું સચોટ નથી જેટલું હિન્દુ કેલેન્ડર વિક્રમ સંવતનું છે. છતાં ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર આ ગ્રેગોરિયન કેલેન્ડર છે. દુનિયાને 0 (શૂન્ય)થી ગણના થવી જોઈએ એ કોણે શીખવ્યું ? ભારતે. પોઇન્ટ (દશાંશ)માં પણ ગણતરી થાય છે તે દુનિયાને કોણે શીખવ્યું ? ભારતે. શું આ ગણતરી વગર દુનિયાના વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં કે ચંદ્ર પર પહોંચી શક્યા હોત ? આ બધું જ આપણી સંસ્કૃતિની દેન છે છતાં આપણા દ્વારા પશ્ર્ચિમી સંસ્કૃતિ અપ્નાવાઈ રહી છે, કેમ ? કેમ કે સહિષ્ણુ હિન્દુ ચૂપ છે. પણ તેમ છતાં નિરાશા બધે જ નથી હો ! દેશમાં ઘણાં રાજ્યોમાં, ઘણા સમાજે આપણી હિન્દુ પરંપરાને સુરક્ષિત રાખી છે. હિન્દુ પરંપરાને આનંદથી વધાવી જે-તે દિવસની ઉજવણી પણ કરે છે. ગુડી પડવાની ઉજવણી તેમાંની એક છે.
મરાઠી લોકો ગુડી પડવાને દિવસે સવારે ભગવાનની પૂજા કરીને ગુડીને સુંદર નવી સાડી પહેરાવીને સજાવે છે. તેના પર ઊલટો કળશ રાખે છે અને પછી ગુડી પર લીમડાની ડાળખી, ફૂલનો હાર અને હારડો પહેરાવે છે. ગુડીનું પૂજન, આરતી કરીને ગુડીને ઘરની બહાર આંગણામાં અથવા ઘરની બાલ્કનીમાં રાખે છે અને સૂર્યાસ્ત થતાં ઉતારી લે છે.
આપણી ભારતીય સંસ્કૃતિનું ઊજળું પાસું એ છે કે દરેક પર્વ પાછળનો ઉદ્દેશ જીવનને સુખદ ભવિષ્ય તરફ લઈ જવાનો હોય છે. પર્વ પાછળનાં વિધિવિધાન અને કર્મકાંડનું પ્રતીકાત્મક મૂલ્ય સમજવામાં આવે તો પર્વની ઉજવણી વધુ અર્થપૂર્ણ રીતે કરી શકાય. ગુડી પડવાનું પણ એક પ્રતીકાત્મક મૂલ્ય છે. ગુડી જે સુંદર સાડીમાં લપેટીને રાખવામાં આવે છે તે વિજયનું પ્રતીક છે.

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close