News
સીબીઆઈ દ્વારા ભોપાલમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના એક ક્લાર્કને ત્યાં દરોડો પાડયો ઘરમાંથી 2.66 કરોડ રુપિયા રોકડા ,આઠ કિલો સોનુ ચાંદી મળી આવ્યા બીલ પાસ કરાવવા 10 ટકા લાંચ માગીને પકડાઈ ગયો
સીબીઆઈ દ્વારા ભોપાલમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના એક ક્લાર્કને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.તેની પાસેથી મળેલી મત્તા જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ક્લાર્ક બાબૂ કિશોર મીણાના ઘરમાંથી 2.66 કરોડ રુપિયા રોકડા , નોટો ગણવાનુ મશિન અને આઠ કિલો સોનુ ચાંદી મળી આવ્યા હતા.સીબીઆઈને તેની પાસેથી એક ડાયરી પણ મળી છે.જેમાં સંખ્યાબંધ મોટા અધિકારીઓના નામ છે.
અધિકારીઓની મહેરબાનીથી તે ક્લાર્ક બની ગયો
બાબૂ કિશોર મીણા એક સમયે એફસીઆઈમાં ચોકીદાર હતો અને અધિકારીઓની મહેરબાનીથી તે ક્લાર્ક બની ગયો હતો.એ પછી મોટા અધિકારીઓ સાથે હાથ મિલાવીને કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર શરુ કર્યો હતો.
આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ એ રીતે થયો હતો કે, દિલ્હીની સિક્યુરિટી કંપની પાસે ભોપાલની કચેરીનો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ હતો. બિલ પાસ કરવા માટે આ કંપની પાસે ભોપાલના અધિકારીઓ 10 ટકા લાંચ માંગી રહ્યા હતા.જેની ફરિયાદ સિક્યોરિટી કંપનીએ સીબીઆઈને કરી હતી.સીબીઆઈ દ્વારા એફસીઆઈના મેનેજર અને એકાઉન્ટન્ટને એક લાખની લાંચ માંગતા રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા.
આઆ બંને જણાએ ડિવિઝન મેનેજરનુ નામ આપ્યુ હતુ.લાંચની રકમનુ પગેરુ આખરે બાબૂ કિશોર મીણાના ઘર સુધી પહોંચ્યુ હતુ.જ્યાં તપાસ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.મીણા પાસેથી 2.66 કરોડ રોકડા પણ મળ્યા હતા.આ સિવાય પણ સંખ્યાબંધ બીજા દસ્તાવેજો મળ્યા છે.કિશોરના એકાઉન્ટમાં પણ એક કરોડથી વધારે રકમ હોવાનુ બહાર આવ્યુ છે. એફસીઆઈના અધિકારીઓનો કિશોર મીણા વિશ્વાસુ છે અને અધિકારીઓ લાંચની રકમ તેની ઘરે રાખતા હતા.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment