News
એસ. એસ. સી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો - ૧૦ નું 97.52 ટકા પરિણામ બી.આર.જે.પી. પારડીવાલા શાળામાં આવતાં શાળા પરિવારમાં ખુશી જોવા મળી.
તા - ૮/૫/૨૦૨૫નાં રોજ એસ. એસ. સી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો - ૧૦નું પરિણામ જાહેર થયું હતું. જેમાં બી.આર. જે.પી.પારડીવાલા અંગ્રેજી માધ્યમ શાળામાં અભ્યાસ કરતાં છ ( ૬ ) વિધાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.
ટંક દિશા ગૌતમભાઈ A1 ગ્રેડ - 99.69 PR પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. પટેલ આયુષી શૈલેશભાઈ A1 ગ્રેડ 99.35 PR સાથે દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો. પટેલ ઝીલ જીતેન્દ્રભાઈ A1 ગ્રેડ - 98.81 PR મેળવી થર્ડ સ્થાને આવ્યાં હતાં. ટંડેલ યશ્વી જગદીશભાઈ A1 ગ્રેડ - 98 52 PR મેળવી ચોથો ક્રમ મેળવ્યો હતો. પટેલ વીર નૈનેશભાઈ A1 ગ્રેડ - 97.64 PR પ્રાપ્ત કરી પાંચમો નંબર મેળવ્યો હતો.
જ્યારે શાહ યશવી હાર્દિકભાઈએ A1 ગ્રેડ - 97.02 PR પ્રાપ્ત કરી છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો. આમ ધી પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.આર.જે.પી. પારડીવાલા અંગ્રેજી માધ્યમ શાળાનું 97.52 ટકા પરિણામ આવતા શાળામાં ખુશીનું માહોલ જોવા મળ્યું હતું. ઉપરોકત તમામ વિધાર્થીઓને શાળાનાં આચાર્ય શ્રીમતી ડો. ચંચલા ભટ્ટ, ધી પારડી એજ્યુકેશન સોસાયટી પ્રમુખશ્રી હેમંતભાઈ દેસાઈ તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓએ તેમજ સમગ્ર સ્ટાફે હૃદય પૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આજ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી અંતરના ઊંડાણથી શુભ આશિષ આપ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment