News
સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ પર ધ્યાન ન આપવું અને રાજ્ય સરકારના જે નિર્ણય લે તેના ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા લોકોને અપીલ કરતા મહત્વનો નિર્ણય લેવાયો છે નહિ લાગે ગુજરાતમાં લોકડાઉન્ :વિજય રૂપાણી
ગુજરાતમાં કોરોના કહેરની ચેઈન તોડવા માટે સરકાર દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા લોકડાઉન લગાવવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કે રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવશે નહીં. 29 સહિત અન્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ,લગાવવામાં આવશે. આ ઉપરાત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની દૂકાનો બંધ રાખવામાં આવશે.
રાજયના 29 શહેરોમાં કફર્યૂની મર્યાદા પુર્ણ થઇ રહી છે, ત્યારે આજે સાંજે કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં નિર્ણય રાત્રિ કરફ્યૂની મુદત વધારાશે કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્યમાં લોકડાઉન લાગવાની અફવાઓને લઇને જનતા કન્ફ્યુઝન હતી. ત્યારે આ બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણય બાદ રાત્રિ કરફ્યૂ કે લોકડાઉન બંનેની ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ગયો છે.
મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એવો વિશ્વાસ આપ્યો કે રાજ્ય માં ફરીથી લોક ડાઉન આવવાનું નથી જ કે કોરોનાને કારણે સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ કરવાની નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકો ને એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના મુદ્દે સરકાર ખૂબ જ ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. એટલું જ નહીં કેસ કઈ રીતે ઘટાડવા અને નવા આવેલા કેસોની સતત ટ્રીટમેન્ટ થાય લોકો સાજા થઈને જલ્દી પાછા જાય તે માટે પણ યોગ્ય કાર્યવાહી આ સરકાર કરી રહી છે
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment