નાસીકના રીઢા ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડતી વાપી ટાઉન પોલીસ

વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો . રાજદિપસિંહ ઝાલાની સુચના તથા વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.એમ.જાડેજા ના માર્ગદર્શન મુજબ મિલકત સંધી ગુનાઓ અટકાવવા સારૂ તા . ૦૯/૦૯/ ૨૦૨૧ ના રાત્રીના સમયે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર બી.જે.સરવૈયા સ્ટાફ સાથે પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન બાતમી આધારે ગીતાનગર ચોકીની સામેના ભાગે આવેલ રોડ ઉપરથી જનાર્દન રમેશ ગાવીત , રહે . આંબોડા , તા . સુરગાના , જી . નાસિક , મહારાષ્ટ્ર ઉવ . ૨૦ નાને ઝષ્પી પાડેલ હતો .પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં આરોપી દ્વારા છેલ્લા ૧ વર્ષ દરમ્યાન વલસાડ જીલ્લામાં અનેક ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપેલ હોવાની કબુલાત કરેલ છે . 
આરોપી દ્વારા કબુલાત કરવામાં આવેલ ચોરીઓની વિગત નીચે મુજબ છે .
( ૧ ) આદર્શ જ્યુસ સેન્ટર વાપી ખાતે તા . ૦૫ / ૦૯ / ૨૦૨૧ ની રાત્રી દરમ્યાન શટર એક બાજુથી ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કરી ગલ્લા માંથી રૂ . ૨૫૦૦ / -ની રોકડ રકમની ચોરી કરેલ . 
(૨ ) પંજાબ એન્ડ સિંધ ડેરી , મોહિત ટાવર , ચલારોડ , વાપી ખાતે તા . ૦૮/૦૯/૨૦૨૧ ની રાત્રી દરમ્યાન શટર એક બાજુથી ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કરીગલ્લા માંથી રૂ . ૧૫૦ / -ની રોકડ રકમની ચોરી કરેલ .
( ૩ ) ઓમ સાંઈ વડાપાંઉ , મોહિત ટાવરની બાજુમાં , ચલારોડ , વાપી ખાતે તા . ૦૮/૦૯/૨૦૨૧ ની રાત્રી દરમ્યાન શટર એક બાજુથી ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કરી ગલ્લા માંથી રૂ . ૧૦૦૦ / -ની રોકડરકમની ચોરી કરેલ .
(4 ) આશિર્વાદ બેકરી એન્ડ પ્રોવિઝન સ્ટોર , ધરમપુરમાં આજથી ત્રણેક મહિના પહેલા રાત્રી દરમ્યાન શટર એક બાજુથી ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કરી સીગારેટના બોક્ષ નંગ -૧૫ તથા રોકડ રૂ . ૧૦૦૦ / - ની ચોરી કરેલ .
( ૫ ) કેયુરી વડાપાંઉ , આસુરા ચોકડી , ધરમપુરની દુકાનમાં આજથી સાતેક મહિના પહેલા રાત્રી દરમ્યાન શટર એક બાજુથી ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કરી ગલ્લા માંથી રોકડ રકમ રૂ . ૩૫૦૦ / - તથા સિગારેટના પેકેટ નંગ -૮ તથા એક મોબાઈલની ચોરી કરેલ . 
( ૬ ) સાગર સ્વીટ , ધરમપુરમાં હોળીની રાત્રી દરમ્યાન શટર એક બાજુથી ઉંચુ કરી હોટલમાં પ્રવેશ કરી એક આઈપેડ તથા ગલ્લા માંથી રૂ . ૧૦,૦૦૦ - ની રોકડ રકમની ચોરી કરેલ . 
( ૭ ) સુરત બસ સ્ટેશન નજીક આવેલ ચા નાસ્તાની દુકાનમાં આજથી એકાદ મહિના પહેલા રાત્રી દરમ્યાન શટર એક બાજુથી ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ રૂ . ૨૦૦૦ / -ની ચોરી કરેલ . 
( ૮ ) શિવાય ટ્રેડીંગ , નાનાપોઢા ની દુકાનમાં આજથી છ મહિના પહેલા રાત્રી દરમ્યાન શટર એક બાજુથી ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ રૂ . ૭૦૦૦ / - ની ચોરી કરેલ .
જે તમામ જગ્યાઓ વેરીફાય કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે . આરોપીનો ગુનાહિત ઈતિહાસ : આરોપી ૧૬ વર્ષની ઉંમરથી નાસીક અને આજુબાજુના વિસ્તારોમાં ચોરીઓ કરતો આવેલ છે . અગાઉ ત્રણ વખત નાસીક પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીને પકડવામાં આવેલ હતો . તેમજ આરોપીને જુવેનાઈલ હોમ ,નાસીક ખાતે પણ રાખવામાં આવેલ હતો.જ્યાંથી આરોપીબે વખત ફરાર થયેલ હતો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close