News
મધુબન ડેમમાં એક કંપનીએ 2500 જેટલા પાંજરા ગોઠવી જેમાં પંગાસીયસ (Pangasius) અને તિલાપીયા(Tilapia)પ્રકારની માછલીઓનું ઉત્પાદન કરી વાપી, સુરત, જંબુસર સુધીના વિસ્તારમાં સપ્લાય કરે છે
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલ વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં એક કંપનીએ 2500 જેટલા પાંજરા ગોઠવી મચ્છી પાલન માટે 3 જેટલા તરતા પ્લેટફોર્મ બનાવ્યા છે. જેમાં પંગાસીયસ (Pangasius) અને તિલાપીયા (Tilapia) પ્રકારની માછલીઓનું ઉત્પાદન કરી વાપી, સુરત, જંબુસર સુધીના વિસ્તારમાં સપ્લાય કરે છે. માછલી ખાનારા લોકો માટે અતિપ્રિય આ માછલીઓની હાલ ખૂબ મોટી ડિમાન્ડ છે.
અફાટ પાણીથી આખું વર્ષ છલોછલ રહેતા અને સંઘપ્રદેશ ઉપરાંત વલસાડ જિલ્લાની જીવાદોરી ગણાતા મધુબન ડેમના પાણીની માફક આ ડેમમાં પાંગરતી માછલીઓ પણ મચ્છી ખાનારા લોકો માટે મનપસંદ છે.મધુબન ડેમમાં મેસર્સ અનિતા અજમેર સિંગ M/S Anita Ajmer singh નામની કંપની દ્વારા નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડના (NFDB) અને ગુજરાતના મત્સ્ય ઉદ્યોગના સહયોગથી Blue Revolution scheme હેઠળ પંગાસીયસ (Pangasius)અને તિલાપીયા (Tilapia) પ્રકારની
આ પ્રોજેકટ અંગે કુશાલ સિંગે જણાવ્યું હતું કે, અમે તળાવમાં 2500 જેટલા પાંજરા (Cages) નું પાણીમાં તરતું પ્લેટફોર્મ બનાવ્યું છે. જેમાં 2 ઇંચથી 5 ઇંચના પીસ નાખીએ છીએ તેના માટે છત્તીસ ગઢથી શુદ્ધ શાકાહારી ખોરાક મંગાવી તે આપીએ છીએ. 6 મહિના સુધી તેનો ઉછેર કરી તે બાદ તેને માર્કેટમાં સપ્લાય કરીએ છીએ
દર મહિને 60 થી 70 હજાર ટન આસપાસ ઉત્પાદન થતી આ માછલીઓમાં 2 પ્રકારની વેરાયટી છે. એક પંગાસીયસ માછલી (Pangasius fish) છે તો, બીજી તિલાપીયા માછલી (Tilapia Fish) છે. અન્ય માછલીઓની તુલનાએ આ માછલીઓનો ટેસ્ટ અલગ અલગ છે. એટલે મચ્છી શોખીન લોકો તેને વધુ પસંદ કરે છે. મધુબન ડેમમાંથી રોજના બે હજાર ટન જેટલો જથ્થો સેલવાસ, સુરત, વાપી, દહેજ, ભરૂચ અને ઝંબુસર સુધી મોકલવામાં આવે છે. આ માછલીઓ 3 દિવસ સુધી જીવિત રહી શકતી હોય વેપારીઓ માટે નફાનો વેપાર છે. જ્યારે ખરીદનાર માટે તાજી માછલીઓ ખરીદી હોવાનો આત્મસંતોષ આપતી ખરીદી છે.
આ અનોખા મચ્છી ઉછેર કેન્દ્ર અંગે જીગ્નેશ જગુવાલા એ જણાવ્યું હતું કે, શરૂઆતના 2 વર્ષ અમારા માટે ખૂબ જ મુશ્કેલભર્યા હતાં. સ્થાનિકે માર્કેટ ના હોય ઉત્પાદન કરેલી માછલીઓનું વેંચાણ કરવું મુશ્કેલ બન્યું હતું. પરન્તુ હવે આ માછલી ઓનું ખૂબ સારું માર્કેટ ઉભું થયું છે. હાલમાં પંગાસિયસ ફિશને 100 થી 110 રૂપિયા કિલો અને તિલાપીયા ફિશને 130 થી 140 રૂપિયા કિલો હોલસેલ ભાવે વેંચાણ કરવામાં આવે છે.
આ મચ્છી પાલનને Live ફિશ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. જેનો લાભ અહીં આસપાસ ડેમ કાંઠે વસેલા 35 જેટલા ગામડાઓના મચ્છી મારી કરતા લોકો માટે પણ આશીર્વાદરૂપ છે. મચ્છી પાલન કરતી સંસ્થા ગ્રામ્ય લોકો સાથે સંકલન કરી તેમને હોલસેલ ભાવે માછલીઓ આપી તેમને રોજગાર આપી રહી છે. જો કે અન્ય માછલીઓની જેમ આ માછલીઓનું પણ શિયાળામાં ઉત્પાદન ઘટે છે. એ ઉપરાંત ચોમાસામાં અઢી મહિના અહીં સતત વરસાદ વરસતો હોય તે સમયે માછલીઓનું જોઈએ તેવું પ્રોડક્શન મેળવી શકાતું નથી.સામાન્ય રીતે દરેક માછલીઓને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેને લાંબો સમય સુધી સુરક્ષિત રાખી શકાતી નથી. તેમજ તેમને પૂરતો પૌષ્ટિક ખોરાક પણ આપવામાં આવતો નથી. જ્યારે આ માછલીઓને પૌષ્ટિક અને શુદ્ધ શાકાહારી ખોરાક આપવામાં આવે છે. એટલે માછલીઓ લાંબો સમય સુધી બગડતી નથી. એ મહત્વના પાસાને ધ્યાને રાખી ગુજરાતના વલસાડના મધુબન ડેમ સિવાય આસામ, ઝારખંડ જેવા રાજ્યોમાં પણ મચ્છી ખાનારા લોકોમાં આ માછલીઓની માંગ દિનપ્રતિદિન વધી રહી છે. અને સરકારને સારી એવી રેવન્યુ આપી રહી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment