૭૩ માં પ્રજાસતાકની ઉજવણીમાં કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો.

વાપી નજીકના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં ૭૩ માં પ્રજાસતાક દિન નિમિતે ડો. ચિરાગ ટેકચંદાની (orthodontist and aesthetician) સાહેબના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેરમેન કાંતિભાઈ હરિયા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી એ.કે. શાહ, ટ્રસ્ટી ભારતીબેન સુમેરીયા, શ્રીમતિ કમલાબેન હરિયા અને સ્ટાફગણ તથા વિધાર્થીઓ એ હાજર રહી તિરંગાને સલામી આપી હતી. 
ડો. ચિરાગ ટેકચંદાની સાહેબે દેશના કોવિડ-૧૯ની વિકટ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ સ્વકાળજી રાખવાની સાથે વ્યક્તિ, સમાજ, દેશના વિકાસ માટે વિધાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાનો મહત્વના યોગદાનને બીરદાવતા દરેક પરિસ્થિતિમાં વિકાસના ક્ષેત્રમાં સહકાર આપવા આહવાન આપ્યુ હતું.
આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય શ્રીમતી ડો. પૂનમ બી.ચૌહાણે સંબંધિત ટ્રસ્ટીગણ તથા મહેમાન અને સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો હતો. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close