News
વાપીમાં મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ-ઘડિયાળ ચોરી જનારા 2 ચોરની SOGએ મહારાષ્ટ્રથી ધરપકડ કરી 3 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.
ડુંગરા પોલીસ મથકની હદમાં આવેલ પુજારા ટેલિકોમ નામની દુકાનમાં ગત 30/31 જાન્યુઆરી ની રાત્રે દુકાનનું શટર બેન્ડ કરી દુકાનમાંથી કુલ 38,562 રૂપિયાની કિંમતના 10 નંગ મોબાઇલ ફોન, 6 સ્માર્ટ વોચની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતાં. જેમાં વલસાડ SOG એ 2 ચોરની મહારાષ્ટ્રના ભીવંડી ખાતેથી ઝડપી પાડી વાપીમાં થયેલ 2 ઘરફોડ ચોરીનો ગુન્હો ઉકેલી નાખવામાં સફળતા મેળવી છે.
આ અંગે વલસાડ SOG એ આપેલ અખબારી યાદી મુજબ ગત 30/31 જાન્યુઆરી 2022ના ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ પૂજારા ટેલિકોમ નામની દુકાનમાં 10 મોબાઈલ અને 6 ઘડિયાળની ચોરી થઈ હતી. ચોર ઈસમોએ દુકાનનું શટર ઊંચું કરી અંદર પ્રવેશી આ ચોરી કરી હતી. જે ચોરી કરનાર ઇસમોની CCTV ફૂટેજ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે ફિલ્ડવર્ક કરી બાતમી દારો મારફતે માહિતી મેળવતા આ ગુનામાં આરોપી ઓ ઇકો કાર નંબર, MH-02-CD-4853માં આવ્યા હતા અને એ કાર મહારાષ્ટ્ર તરફ લઇ ગયા હતા
જેથી સી.સી.ટી.વી આધારે કારને ફોલો કરી ભીવંડી , મહારાષ્ટ્ર ખાતેથી ચોરી કરનાર ટોળકી પૈકીના આરોપીઓ મોહંમદ સાબીર અબ્દુલમજીદ ખાન, સુરેશ ઉર્ફે સુર્ય નારાયણલાલ કુમ્હારને પકડી પાડી તેમના કબ્જામાંથી 6 મોબાઇલ ફોન, તથા 2 સ્માર્ટ વોચ જપ્ત કરી આગળની કાર્યવાહી સારૂ ડુંગરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓએ વાપી ટાઉન પો.સ્ટે હદ વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં આવેલ પી.એમ.ટ્રેડર્સમાં પણ શટર બેન્ડ કરી ચોરી કરવાની કોશીશ કરેલ હોવાની કબુલાત કરેલ છે. ચોરીના આ ગુન્હાઓમાં SOG એ 24,901નો મુદ્દામાલ જપ્ત કરી ચોરીમાં સામેલ બાબા, રશીદ અને ચુહા નામના ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.
મોહંમદ સાબીર અબ્દુલમજીદ ખાન સુરેશ ઉર્ફે સુર્યાં નારાયણલાલ કુમ્હાર, તેના સાગરીતો બાબા, રશિદ અને ચુહા સાથે મહારાષ્ટ્રથી ગુજરાતમાં રાત્રીના સમયે ચોરી કરવા આવતા હતા. ઇકો કાર નંબર, MH-02-CD-4853ને ભાડે લઇ ચોરી કરવા આવતા હતાં. અને ચોરી કર્યા બાદ મહારાષ્ટ્ર જતા રહેતા હતા.
પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી મોહંમદ સાબીર બેકાર છે અને આરોપી સુરેશ ઉર્ફે સુર્યા નારાયણલાલ કુમ્હાર ભીવંડીમાં ત્રણ માસથી કપડાની દુકાનમાં નોકરી કરે છે. આરોપી સુરેશ ઉર્ફે સુર્ય નારાયણલાલ કુમ્હાર મહારાષ્ટ્ર રાજ્યમાં બાજારપેઠ પોલીસ સ્ટેશન કલ્યાણ ખાતે નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક્સ સબસ્ટન્સીસ એક્ટ 1985 - કલમ 8સી, 17 (બી), 29 મુજબ ગુનાના પકડાયેલ છે.
આ સફળતા વલસાડ SOG પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડ તથા એસ.ઓ.જી શાખાના એ.એસ.આઇ પ્રવિણકુમાર કિરશનભાઇ યાદવ, અ.પો.કો સહદેવસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ, અ.પો.કો કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ, અ.પો.કો દિગ્વીજયસિંહ વિક્રમસિંહ, ડ્રા.પો.કો , અરવિંદસિંહ નાનુસિંહે ટીમ વર્ક કરી મેળવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment