શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસ એ દ્વારા 14માં સમૂહ લગ્ન ઉત્સવમાં ૫૧ નવદંપત્તીએ પ્રભુતામાં પગલાં પાડયાં

શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવની સંલગ્ન સમાજ સેવા કરતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ યુએસએ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપરરોળ ગામે 14 માં સમૂહ લગ્ન ઉત્સવનું ધામધૂમ થી આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન ઉત્સવમાં 51 વર વધુઓ બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે લગ્ન સંસ્કારથી બંધાયા હતા.
હિન્દુ ધર્મમાં લગ્ન એ પણ સોળ સંસ્કાર માનો એક મહત્વનો સંસ્કાર માનવામાં આવે છે. વલસાડ જિલ્લાના અત્યંત પછાત એવા ધરમપુર અને કપરાડા તાલુકાના આદિવાસી ગરીબ સમાજમાં લગ્નનો મોટો ખર્ચ ઉપાડી ન શકનાર પરિવાર વિધિવત રીતે લગ્ન કરી શકતા નથી. તેવા સંજોગોમાં તેમને શાસ્ત્રોત વિધિ વિધાન અનુસાર સમૂહ લગ્નનો આયોજન સાથે લગ્ન સંસ્કાર કરાવી આપવાનું બીડું શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએ દ્વારા ઉપાડી લેવામાં આવ્યું હતું અને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના યજમાન પદે તથા અન્ય દાતાઓના સહયોગથી શ્રી સ્વામિ નારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજીના નેજા હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8:30 કલાકે વરઘોડો નીકળ્યો હતો જેમાં વાજિંત્રો સાથે નાચ ગાન નો અનેરો ઉત્સવ જામ્યો હતો. 9:30 કલાકે લગ્ન વિધિ પ્રારંભ થઈ હતી હસ્તમેળાપ અને મંગલ ફેરા બાદ સંતોએ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના મેનેજિંગ ટ્રસ્ટી ચુનીભાઈ હરિભાઈ ગજેરા પણ ખાસ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડનાર વર વધુને આશિષ આપ્યા હતા.
સંસ્થા તરફથી દરેક કન્યાઓને ઘરવખરીના સામાન કન્યાદાન સ્વરૂપે આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો પૂજ્ય વિજ્ઞાન સ્વામી, પૂજ્ય રામ સ્વામી, પૂજ્ય હરિસ્વામી, શ્રી બાબુભાઈ સોડવડિયા , શ્રી હરેશભાઈ બોઘાણી,દાતાઓ આગેવાનો શ્રી નાનુભાઈ બાંભરોલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close