સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં જેન્ડર સેન્સિટાઇઝેશન એન્ડ વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા “માનસિક સુખાકારી અને કાર્ય-જીવન સંતુલન” ના વિષય પર વિધ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોક યોજાયો

શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ:૨૧/૦૨/૨૦૨૪ બુધવારના રોજ જેન્ડર સેન્સીટાઈઝેશન અને વુમન ડેવલપમેન્ટ સેલ અંતર્ગત તેમજ IQAC ના નેજા હેઠળ એક્સપર્ટ ટોક યોજાયો હતો.
આ કાર્યક્રમ કેમ્પસ એકેડેમી ડીરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું. અને પ્રોગ્રામનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રિતી સિંહ અને આસિસ્ટન્ટ પ્રોફેસર હેલી દેસાઈ ના નેતૃત્વમાં થયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉબિકા માઈન્ડ ના સ્થાપક, સાઈકોલોજીસ્ટ ડૉ. ભાવિન દેસાઈ એ “માનસિક સુખાકારી અને કાર્ય-જીવન સંતુલન” ના વિષય પર પોતાના વક્તવ્યો રજુ કર્યા હતા. જેમાં એમણે આજની આધુનિક તણાવયુક્ત પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને મેન્ટલ વેલનેસનું મહત્વ સમજાવતા જણાવ્યું કે સફળ જીવન માટે સ્થિર માઈન્ડ ની ખુબજ જરૂર છે. એમણે વધુમાં જણવ્યું કે જીવનમાં માઈન્ડ સેટ અને સ્કીલ સેટ એ ધ્યેય પુરા કરવા જરૂરી છે. તેમજ જીવનની કેવી પણ પરીસ્થિતિમાં રીએક્ટ ની જગ્યાએ રિસ્પોન્સ નું મહત્વ જણાવ્યું અને પોતાની જિંદગી ને વધુ સફળ બનાવવા માટે જાતે જ કાર્ય કરતા રેહવું જોઈએ. તેમજ તેમણે આ વાત પર ધ્યાન દોરયુ કે ફરિયાદ કરવા કરતાં તેનો ઉકેલ લાવવો એ વધુ જરૂરી છે. તેમજ તેમણે મેન્ટલ રીલેકસેશન ની ટીપ્સ પણ જણાવી અને ૪૦ સી.સી.બી. ટેકનીક કરવાની મેન્ટલ રીલેકસેશન કરવાના તરીકા બતાવ્યા. 
આ પ્રોગ્રામ બદલ ફાર્મસી કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ આવનાર ટીમનો અભાર વ્યક્ત કર્યો હતો અને અંતે કાર્યક્રમનું સમાપન આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રિતી સિંહ દ્વારા અભારવિધિ સાથે રાષ્ટ્રગાન થી થયું હતું. આ એક્સપર્ટ ટોક ને સફળ બનાવવા માટે પ્રોફેસર ડૉ. કાંતિલાલ બી. નારખેડેનો ટેકનીકલ સહયોગ રહ્યો હતો.  
આ કાર્યક્રમમાં બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવન દાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે, શિક્ષકો અને તમામ સ્ટાફે અભાર માન્યો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close