શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ દ્વારા રંગે ચંગે વિશ્વ માતૃભાષા દિવસનીની ઉજવણી કરાઈ

શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી . 
માતૃભાષા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતા ને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે . બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.તો માતૃભાષા દિવસ અંતર્ગત આજરોજ સભાનું તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું .સભામાં મારી માતૃભાષા ઉપર ભજન ,નાટક તેમજ વક્તવ્ય જેવી વિવિધ પ્રસ્તુતિઓ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રજૂ કરવામાં આવી હતી .આ સાથે જ આ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી કરવામાં આવ્યું હતું .
જેમાં ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓ માટે જોડકણાં , ધોરણ ૩ ,૪ ,૫ ના વિદ્યાર્થીઓ માટે બાળઅભિનય ગીતસ્પર્ધા ધોરણ ૬ ,૭, ૮ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી કવિ અને લેખકોનો પરિચય ધોરણ ૯અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે કાવ્યપઠન,કાવ્યગાન અને સમૂહગીત અને ક્રાફ્ટ ( સ્વર , વ્યંજન ,ગુજરાતી વાનગીઓ , સમાસ ) વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું . દરેક સ્પર્ધાઓમાં સર્વે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો .
વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાનાં અભિનય સાથે જોડકણાં, બાળગીતો અભિનય સાથે , કવિ અને લેખકોનો પરિચય ,સુંદર મજાના ક્રાફ્ટ તેમજ ગુજરાતી સમૂહગીતો રજૂ કરવામાં આવ્યા હતા . સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ને પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . જેમાં જોડકણાંમાં ધો . ૧ માં કાવ્યા એમ વાઢીયા અને ચાર્મી પી પટેલ ધો .ર માં રિવા આર વાઘમશી અને હર્ષ એ પટેલ બાળગીત અભિનય માં ધો . ૩ માં તીર્થ ડી કયાડા ધો . ૪ માં પંક્તિ એ પટેલ ધો . ૫ માં ખુશી જી પરમાર કવિ લેખક પરિચયમાં ધો . ૬ માં દેવાંગીની જે ભોયા ધો . ૭ માં મહેક એન પોપાણિયા અને જૈનિલ એસ પટેલ ધો . ૮ માં માહિ જે સિધ્ધપુરા સોલોગીત , સમૂહગીત અને ક્રાફ્ટમાં ધો .૯ અને ૧૧ માં વૈભવી ખુશી અને એમનું વૃંદ ક્રિષ્ના રંગપરિયા અને તેનું વૃંદ આતમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ પોતાની પ્રતિભાને બહાર લાવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતાં સ્પર્ધામાં વિજેતા થયેલ સર્વે વિદ્યાર્થીઓને મેનેજીંગ ટ્રસ્ટી પૂજય કપિલ સ્વામીજી ,ડાયરેક્ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્યાય , ડાયરેક્ટર શ્રી ડૉ.શૈલેષ લુહાર શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણો અને શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close