આર. કે.દેસાઈ કૉલેજ ઓફ એજયુકેશન વાપી દ્વારા EPC-2 'નાટક અને કલા 'અંતર્ગત 'કલા પ્રદર્શન' કાર્યોક્રમ યોજાયો.

માનવીની એક વિશિષ્ટ પ્રયુક્તિ તેનો એક વિશિષ્ટ આવિષ્કાર તે કલા છે અને કલા વગરનો મનુષ્ય પશુ સમાન છે. 
માટેજ શિક્ષક તરીકે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને અભ્યાસના ભાગ રૂપે EPC-2 નાટક અને કલા વિષય અંતર્ગત વિવિધ કલાઓથી માહિતગાર થાય અને પોતાનામાં છુપાય રહેલી કલાઓને બહાર લાવી પ્રદર્શિત શકે એ હેતુસર કોલેજના અધ્યાપિકાઓ ડો.ગુંજન વશી અને પ્રા.પૂજા સિદ્ધપુરાના નેજા હેઠળ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન સંસ્થા ના આચાર્ય ડો. પ્રીતિ જે ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં 30 જેટલી કલાઓમાંથી મુખ્યત્વે પાકકલા, હસ્તકળા, અને મનોરંજન કળાનો સમાવેશ કર્યો હતો. ખાણી-પીણી, વિવિધ વસ્તુઓથી બનાવેલ હસ્તનમુનાઓ, વિવિધ ગેમ્સ દ્વારા મનોરંજન વગેરેનો સમાવેશ કર્યો હતો. સૌ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિશિષ્ટ કલાઓનું પ્રદર્શન કરી આનંદ માણ્યો હતો. આ સુંદર કાર્યક્રમ નું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહએ શુભેચ્છા પાઠવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close