માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામમાં શ્રી સ્વામિ નારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ દબદબાભેર ભવ્ય સ્વાગત સામૈયું

હરિભક્તોએ સાથે મળીને શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, સ્વાગત સામૈયું,અન્નકૂટ દર્શન, આરતી વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમોનું બે દિવસીય આયોજન કર્યું 
(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આ ગામનું મૂળ નામ તો ટેરેટ. ટેરેટ નામને અંગ્રેજો આવ્યા પછી એમણે ગામડાંઓની નામાવલીમાં ટ્રેન્ટ કર્યું. ઘણાંય વર્ષો સુધી ટેરેટ અને ટ્રેન્ટ એમ બંને નામ ચાલ્યા. અત્યારે માત્ર ટ્રેન્ટ નામનો જ ઉપયોગ થાય છે. ટ્રેન્ટ ગામનાં બ્રાહ્મણ કુળમાંથી ખુબ જ નાની વયથી સાંખ્યયોગ ધારણ કરેલા સાંખ્યયોગી બા શ્રી ચંચળબાના પ્રયાસથી શ્રીજી સ્વયં મૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીએ ચિંધેલ ઉપાસના ભક્તિમાં દ્રઢતા વધતી જતી. સમયના વાહન સાથે સદ્દગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના સંકલ્પાનુસાર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ બનાવેલ શ્રી ઈશ્વરસદ્વિદ્યાશ્રમ - શ્રી સ્વામિનારાયણ છાત્રાલયમાં બા શ્રી ચંચળબા ગામનાં છોકરાઓને ભણવા માટે મોકલતા અને જરૂરી મદદ પણ કરતા. શરૂઆતના વિદ્યાર્થીઓમાં નટવરભાઈ અંબાલાલભાઈ પટેલ વગેરે હતા. વિદ્યાર્થીઓને મણિનગર ભણવા મોકલવાના કાર્યમાં બાશ્રી ચંચળબાને અન્ય લોકો મુશ્કેલીઓ પણ ઊભી કરતા. છતાં ચંચળબા તેને જરાય ગણકારતા નહીં. જયારે મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર થયું ત્યારે આર્થિક સેવા, ભક્તિ વગેરે તો મણિનગર મંદિરે જ કરવાની. સ્વામીબાપાને પણ અવારનવાર તેડાવીને ગામમાં સત્સંગનું બળ વધાર્યું. ટ્રેન્ટ ગામમાં સ્વામીબાપાની કૃપાથી બાઈઓનું શ્રી સ્વામિનારાયણ મંદિર થયું. સ્વામીબાપાએ સંવત 2028 ઈ.સ. 1971માં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. વળી સાંખ્ય યોગી બા શ્રી ચંચળબાનો વારસો સાંખ્યયોગી બા શ્રી બાલુબાએ પણ એવી જ રીતે રાખ્યો. તેમને પણ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને ભણવા મોકલી અને વડીલોમાં સત્સંગ કરાવી સ્વામીબાપાનો અને મણિનગર ધામનો મહિમા સૌના જીવમાં ઠસોઠસ ભર્યો. સમય જતા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દયા કરી સંવત 2038 ના માગશર સુદ પાંચમના રોજ હરિભક્તો માટેનું નૂતન મંદિર બંધાવ્યું અને મૂર્તિપ્રતિષ્ઠા ખુબ જ ધામધૂમથી કરી. ટ્રેન્ટ ગામને મહાન સંત રત્નની પ્રાપ્તિ થઇ છે એવા આપણા જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ષષ્ઠ વારસદાર જ્ઞાનમહોદોધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ. તેઓશ્રી પધારતા અહીંના અને દેશ પરદેશના હરિભક્તોએ સાથે મળીને શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, સ્વાગત સામૈયું, અન્નકૂટ દર્શન, આરતી વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમોનું બે દિવસીય આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં દેશવિદેશના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close