News
વાપીમાં ફર્નિચરની દુકાનમાં 12 હજારના ભાવે રેમડેસિવિર વેચવાનું કૌભાંડ પકડાયું હતું.
વાપીમાં ફર્નિચરની દુકાનમાં 12 હજારના ભાવે રેમડેસિવિર વેચવાનું કૌભાંડ પકડાયું હતું.
પોલીસે ગ્રાહક બની છટકું ગોઠવ્યું હતું જેમાં રૂપિયા 4000ના બજાર ભાવે મળતું ઈન્જેક્શન 12000ના ભાવે વેચતાં વેપારીની ધરપકડ કરી હતી. આ ઈન્જેક્શનનો જથ્થો દમણની ડાભેલમાં આવેલી બ્રુક ફાર્મા કંપનીની ટેક્નિકલ ડિરેક્ટરે આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલતા તેની પણ ધરપકડ કરાઈ છે.નાની દમણના દિલિપ નગરમાં અવંતિક એપાર્ટમેન્ટમાં રહેતો અને ફર્નિચરની દુકાન ચલાવતો વરૂણ સુરેન્દ્ર કુન્દ્રા કાળા બજારમાં રેમડેસિવિર ઇન્જેકશન વેચી રહ્યો હોવાની બાતમીના આધારે એસઓજી PSI અમીરાજસિંહ રાણાએ ગ્રાહક બનીને છટકું ગોઠવી વરૂણ કુન્દ્રાને વાપી જીઆઇડીસી સ્થિત યુપીએલ બ્રિજ નીચે બોલાવી એકના 12 હજાર લેખે 12 ઇન્જેકશનના 1.44 લાખ લઇ 12 ઇન્જેકશન આપતા જ ઝડપી લીધો હતો. ખિસ્સા તપાસતા વધુ 6 ઇન્જેકશન મળ્યા હતા. આ જથ્થો દમણના ડાભેલની બ્રુક ફાર્મા કંપની પાસેથી લીધો હોવાનું આરોપીએ જણાવતા પોલીસે બ્રુક ફાર્માના ટેકનિકલ ડિરેકટર મનિષ રામનારાયણ સિંગ (રહે. જલારામ સોસાયટી ચણોદ કોલોની, વાપી)ની પણ ધરપકડ કરી હતી.
ન્યુઝ તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment