ભીલાડ ચેકપોસ્ટ ઉપર તપાસ હાથ ધરાતા 18 લોકો બોગસ નેગેટિવ રીપોર્ટ સાથે પ્રવેશતા પોલીસના હાથે ઝડપાયા હતા.


ભીલાડ ચેકપોસ્ટ ઉપર તપાસ હાથ ધરાતા 18 લોકો બોગસ નેગેટિવ રીપોર્ટ સાથે પ્રવેશતા પોલીસના હાથે ઝડપાયા હતા.
મહારાષ્ટ્રમાં હાલમાં આંશિક લોકડાઉનની સ્થિતિ હોવાથી શ્રમિકો અને પરપ્રાતિયો વતન તરફ પલાયન કરી રહ્યા છે. આ સંજોગમાં લોકો ગુજરાતમાં પ્રવેશવા માટે બોગસ આરટીપીસીઆર રીપોર્ટ લઇને આવી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. ભીલાડ ચેકપોસ્ટ ઉપર તપાસ હાથ ધરાતા 18 લોકો બોગસ નેગેટિવ રીપોર્ટ સાથે પ્રવેશતા પોલીસના હાથે ઝડપાયા હતા.


મહારાષ્ટ્રમાં દરરોજ સરેરાશ 50 હજારની વધુ કોરોના પોઝિટિવ કેસ આવતા અને આંશિક લોકડાઉનની સ્થિતિ ઉદભવતા અન્ય રાજ્યના સ્થાઇ થયેલા લોકો યેનકેન પ્રકારે વતન પહોંચી રહ્યા છે. જોકે, ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી આવનાર તમામ વ્યક્તિનો 72 કલાક પૂર્વેનો આરટી-પીસીઆર નેગેટિવ રીપોર્ટ ફરજિયાત હોવાનો આદેશ કરાતા લોકો બોગસ રીપોર્ટથી ગુજરાતમાં પ્રવેશી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, આરોગ્ય અને પોલીસની ટીમે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવાની ભીલાડ બોર્ડર ઉપર સતત ચેકિંગ હાથ ધર્યુ હતું.
ગુરૂવારે મહારાષ્ટ્રથી આવનારાનો રીપોર્ટનો ક્યુઆર કોડ સ્કેન કરીને તપાસ કરતાં 14 લોકો બોગસ રીપોર્ટ સાથે પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા હતા. ક્યુઆર કોડને સ્કેન કરતાં મૂળ નામ, સરનામાં, ઉંમર અને તારીખ બદલીને કમ્પ્યુટરથી પ્રિન્ટ કાઢેલા રીપોર્ટ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બોગસ નેગેટિવ રીપોર્ટ સાથે પ્રવેશ કરવાના પ્રયાસ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close