News
જ્વેલર્સ એસોસિયેશન અને તેરાપંથ યુવક પરિષદ વાપી દ્વારા સાથે આરોગ્ય વિભાગના સહકારથી વાપીની મેઇન બજારમાં વેક્સિનેશન નો કાર્યક્રમ વિનામૂલ્યે રાખવામાં આવ્યો
ગુજરાતમાં વકરતા કોરોનાની મહામારીને સામે લડવા માટે વાપીના જ્વેલર્સ એસોસિયેશન અને તેરાપંથ યુવક પરિષદ વાપી દ્વારા સાથે આરોગ્ય વિભાગના સહકારથી વાપીની મેઇન બજારમાં વેક્સિનેશન નો કાર્યક્રમ વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો
આ બંને સંસ્થા દ્વારા સવારથી બપોર સુધીમાં ૨૦૦ જણાને મફતમાં વેક્સિન મળી રહે અને લોકો કોરોના ના ભરડા માં ના આવે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
૪૫ વર્ષથી ઉપરના લોકો ને આ રસીકરણ માં આવવા માટે આધારકાર્ડ ફરજિયાત રાખવામાં આવ્યું હતું જે લઈને લોકો ખુશી ખુશી આ રસીકરણ માં ભાગ લીધો હતો
રજીસ્ટ્રેશન વગર આ વેક્સિન લેવા બપોર સુધીમાં 175 લોકો એ ભાગ લઇ આ બંને આયોજકની પ્રશંસા કરી હતી
આ કાર્યક્રમના આયોજનમાં અમૃતભાઈ સોની, શ્રીપાદભાઈ સોની, પિયુષભાઈ જૈન અને સંજયભાઈ ભંડારી એ ઘણી જહેમત ઉઠાવી લોકોને કોરોના મુક્ત કરવા માટે આ કાર્ય હાથમાં લીધું હતું
Previous article
Next article
Leave Comments
Post a Comment