વાપીમાં છેલ્લા ઘણા દિવસોથી મોબાઈલ સ્નેચિંગ ગેંગ સક્રિય હતી જેવો રાહદારી રસ્તે ચાલતા લોકોના મોબાઈલ ખેંચી નાસી જતી ગેંગ ને વલસાડ એલ.સી.બી.એ પલ્સર બાઈક અને 9 મોબાઈલ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી

વાપીમાં છેલ્લા ઘણા દિવસોથી મોબાઈલ સ્નેચિંગ ગેંગ સક્રિય હતી જેવો રાહદારી રસ્તે ચાલતા લોકોના મોબાઈલ ખેંચી નાસિક જતી ગેંગ ને વલસાડ એલ.સી.બી.એ પલ્સર બાઈક સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી નવ જેટલા મોબાઈલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વાપી વિસ્તારમાં છેલ્લા એકથી દોઢ મહિનામાં વાપી ટાઉન vapi gidc તેમજ વાપી ચલા દમણ રોડ પર પલ્સર બાઈક સવારો દ્વારા રસ્તે ચાલતા રાહદારીઓ જેઓ પોતાના મોબાઈલથી વાત કરતા હોય પાછળથી પલ્સર બાઈક લઈ આવતા ઈસમ હાથમાંથી મોબાઇલ ઝૂંટવી નાસી જવાના અસંખ્ય બનાવો સામે આવ્યા હતા વાપી પોલીસે જીઆઈડીસી પોલીસ તેમજ વાપી ટાઉન પોલીસે આ બાબતે ગંભીરતા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી વલસાડ એલ.સી.બી આવા ગુના સબબ બાતમી મળી હતી કે જીઆઇડીસી ના ના નવા રેલવે ગરનાળા રોડ ઉપર આ મોબાઈલ ઝૂંટવી જતી ગેંગ હોય જેથી એલસીબીએ ટીમ બનાવી ત્રણ જેટલા શંકાસ્પદ ઈસમો ને ઉસ્તાદ કરતા આ ઈસમો ગોળગોળ જવાબ આપતાં પોલીસે તેને પોલીસ સ્ટેશન લાવી વધુ કડક પૂછપરછ કરતા ત્રણ પૈકી ત્રણેય ઈસમોએ ગુનો કબૂલી લેતા તેના વિરોધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી 
પોલીસ ના હાથે ઝડપાયેલા આરોપી પૈકી 
1 મંજીત મનોજ પાંડે રહે કચીગામ દમણ મૂળ બિહાર 
2.કૃણાલ ભીમ ગૉડ નામધા વાપી મૂળ રહે યુ.પી.
3.ગોપાલ ઉર્ફે શંભુ રામજી માવ ભાનુશાલી હિરલ પાર્ક વાપી મૂળ રહે કચ્છ.
  આરોપીના કબ્જામાં થી પોલીસે બજાજ પલસર 220 સીસી બાઇક નંબર જી જે 15 ડી કે 7952 જેની કિંમત 50,000 તથા આરોપી ની અંગ ઝડતી માંથી 9 જેટલા મોબાઈલ જેની કિંમત રૂ.37,500 મળી કુલ 87,500 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ની હાથ ધરી છે અને આગળ ની તપાસ માટે આરોપી અને મુદ્દા માલ નો કબજો વાપી જી આઈ ડી સી પોલીસ ને સુપ્રત કરેલ છે
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close