વલસાડ જિલ્લાની તમામ સોસાયટીમાં કોરોના ગાઇડલાઇનનું પાલન ચુસ્‍તપણે થાય અને સહુ પોતાનો નાગરિક ધર્મ બજાવે તે માટે સોસાયટીના પ્રમુખો/ મંત્રીઓ કોરોના ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન થાય તેનું ધ્‍યાન રાખે

વલસાડ જિલ્લાની તમામ સોસાયટીમાં કોરોના ગાઇડલાઇનનું પાલન ચુસ્‍તપણે થાય અને સહુ પોતાનો નાગરિક ધર્મ બજાવે તે માટે સોસાયટીના પ્રમુખો/ મંત્રીઓ કોરોના ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન થાય તેનું ધ્‍યાન રાખે

માહિતી બ્‍યૂરો, વલસાડ : વલસાડ જિલ્લાની તમામ સોસાયટીમાં કોરોના ગાઇડલાઇનનું પાલન ચુસ્‍તપણે થાય અને સહુ પોતાનો નાગરિક ધર્મ બજાવે તે માટે તમામ સોસાયટીના પ્રમુખો/ મંત્રીઓને વલસાડ કલેકટર આર.આર.રાવલ દ્વારા ભારપૂર્વક અનુરોધ કરાયો છે.
 હાલમાં ચાલી રહેલી કોરોના સંક્રમણની સ્‍થિતિને ધ્‍યાને લઇને સંક્રમણ વધુ ન ફેલાય અને સ્‍થિતી પર કાબુ મેળવી શકાય તે માટે સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા / એસ.ઓ.પી. નું પાલન થાય તે ખુબ જ અગત્‍યનું છે.

 પરંતુ હાલમાં રાત્રિના સમય દરમિયાન કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના કેમ્‍પસમાં લોકો ટોળે વળી બેસતા હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું છે. જેમાં સોશિયલ ડીસ્‍ટન્‍સિંગ સહિત અન્‍ય કોવિડ-૧૯ ગાઇડલાઇનનું પણ ઉલ્લંઘન થાય છે. જેથી જિલ્લા કલેકટર આર.આર.રાવલે સોસાયટીના પ્રમુખ અને મંત્રીઓને સોસાયટીમાં આ રીતે લોકો ટોળે વળી ન બેસે અને કોવિડ-૧૯ ગાઇડલાઇન્‍સનું ચુસ્‍તપણે પાલન કરે તે બાબતનું ધ્‍યાન રાખે તેવી અપીલ કરી છે.

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close