News
વલસાડ જિલ્લાની જનતાને કોરોના સંક્રમણથી પોતાની જાતને સુરક્ષિત રાખવા કોવિડ-૧૯ની માર્ગદશિકાનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા કલેક્ટર આર.આર.રાવલની જાહેર અપીલ
વલસાડ જિલ્લાની જનતાને કોરોના સંક્રમણથી પોતાની જાતને સુરક્ષિત રાખવા કોવિડ-૧૯ની માર્ગદશિકાનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા કલેક્ટર આર.આર.રાવલની જાહેર અપીલ
માહિતી બ્યૂરો, વલસાડ : વલસાડ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)નું સંક્રમણનો ફેલાવો ન વધે તે માટે સરકારશ્રીની ગૃહ વિભાગના ગાંધીનગરની માર્ગદર્શિકા મુજબ જિલ્લા મેજસ્ટ્રેટ આર.આર.રાવલે કેટલાક કૃત્યો ઉપર નિયંત્રણ કરવા માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર તા.૧૪-૦૪-૨૦૨૧ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦ (પચાસ) થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહીં. મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ/ઉત્તરક્રિયામાં પણ ૫૦(પચાસ) થી વધારે વ્યકિત એકત્ર થઇ શકશે નહીં
જ્યારે જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે.
એપ્રિલ તથા મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહી તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં તમામ તહેવારો પોતાની આસ્થાનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે.
સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦્રુ સુધી રાખવાની રહેશે અથવા ઓલ્ટરનેટ દિવસે કર્મચારીઓ ફરજ આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં. વલસાડ જિલ્લાના તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦-૦૪-૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજાવિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહ ભર્યું છે. શ્રધ્ધાળુઓને પણ ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત ગૃહ વિભાગના તા.૦૬/૦૪/૨૦૨૧ના હુકમથી આપવામાં આવેલી અન્ય સુચનાઓ યથાવત રહેશે. આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
વલસાડ જિલ્લાની જનતા કોરોના સંક્રમણથી પોતાની જાતને સુરિક્ષત રાખવા ખાસ કામ/ કારણ સિવાય બહાર હરવા ફરવાનું ટાળવા અને કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ કરવા જિલ્લા કલેકટર આર.આર.રાવલે જાહેર અપીલ કરી છે. આ આદેશોના ભંગ બદલ ધ એપેડેમીક એક્ટ ડીસીઝ એક્ટ-૧૮૯૭, આઇ.પી.સી.ની કલમ ૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સખત નોંધ લેવા જણાવાયું છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment