News
સેલવાસ નરોલી માર્ગ પર આવેલા દમણ ગંગા રિવરફ્રન્ટના પાણીમાંથી આજે સાંજે અજાણ્યા વ્યક્તિની લાશ પાણીમાં તરતી દેખાઈ હતી. જેને લઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ની ટીમ, પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક સેલવાસ પોલીસ, 108ની ટીમ અને ફાયર ફાઈટરની ટીમ રિવરફન્ટ પર પહોંચીને લાશને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
દમણગંગા નદીના પાણીમાંથી બંને હાથ દોરી વડે બાંધેલી અજાણ્યા ઇસમની લાશ દેખાતા તેની લાશ બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી હતી.
દમણગંગા નદીના પાણીમાંથી બંને હાથ દોરી વડે બાંધેલી અજાણ્યા ઇસમની લાશ દેખાતા તેની લાશ બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી હતી.
દમણગંગા નદીના પાણીમાંથી ડૂબેલ અજાણ્યા ઇસમની લાશ બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી હતી. સેલવાસ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ડૂબેલા વ્યક્તિના હાથ દોરી વડે હાથ બાંધી દેવાયા હતા. ડૂબેલ ઈસમ પાસે કોઈ ઓળખના પુરાવા મળ્યા ન હતા. લાશના બંને હાથ બાંધેલા હોવાથી હાલ હત્યાની આશંકા રાખીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ના સૌજન્ય સોશિયલ મીડિયા

Previous article
Next article
Leave Comments
Post a Comment