News
વાપીમાં કાર્યરત હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ નાં પ્રમુખ યુસુફ ઘાંચી દ્વારા વલસાડ કલેકટર આર . આર . રાવલ , વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ , હાથલારી અને વાર્ષિક પેંશન સુપ્રત કરવામાં આવ્યું હતું .
વાપીમાં કાર્યરત હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ નાં પ્રમુખ યુસુફ ઘાંચી દ્વારા વલસાડ કલેકટર આર . આર . રાવલ , વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ , હાથલારી અને વાર્ષિક પેંશન સુપ્રત કરવામાં આવ્યું હતું .
વાપીમાં છેલ્લા 3 વર્ષથી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અનોખી સેવા કરી રહ્યું છે . જેના કાર્યક્રમમાં વલસાડ કલેકટર આર . આર . રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં . ટ્રસ્ટ ની કામગીરી અંગે ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચીએ વિગતો આપી હતી કે હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ વાપીમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી સંસ્થા છે . જેમાં ટ્રસ્ટ દ્વારા માસિક ૧૨૫૦ રૂપિયા પ્રમાણે વાર્ષિક ૧૫૦૦૦ , પ્રમાણે છેલ્લા ર વર્ષમાં ૩૦ વિધવા મહિલાઓને ગાંધીનગર ગંગા સ્વરૂપા આર્થિક વિધવા સહાય યોજના ગુજરાત સરકાર પાસેથી ટ્રસ્ટ નાં ખર્ચે વિનામુલ્યે અપાવવામાં આવીછે
તથા બેંકમાં પેન્શન ચાલુ થઈ ગયું છે અને ૧૫ વિધવા તથા ગરીબોને પરિવારોને રેશનકાર્ડ માં અનાજ સહાયતા પણ ચાલુ કરવામાં આવી છે. બેરોજગાર પુરુષોને 30 જેટલી હાથ લારી નોર્થ વેસ્ટ રીલીફ ટ્રસ્ટ ( યુ.કે.) નાં સ્પોનસર તથા વડોદરા હેલપીગ હેન્ડ સંસ્થા ની મદદથી આપવામાં આવી છે. તથા ગરીબ મહિલાઓ - પુરુષોને પાંચ પાંચ હજાર પ્રમાણે 30 હજાર સુધીની વગર વ્યાજની લોન કેનેડીયન ફોર ઈન્ડીયન સંસ્થા નાં પ્રમુખ ફીરોજખાન દ્વારા અપાવવામાં આવી છે. તો , ગરીબ અને બીમાર લોકોને માં કાર્ડ હેઠળ સારવાર કરાવી આપે છે . જેમાં અત્યાર સુધીમાં 18 જેટલા ગરીબ દર્દીઓના કેન્સર , હાર્ટ , કિડની જેવી બીમારીની સારવાર કરાવી મદદરૂપ થયા છે .
ટ્રસ્ટ ની આ સરાહનીય કામગીરીને વલસાડ કલેકટર આર . આર . રાવલે પણ વખાણી હતી . કલેકટરે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના પીડિત , શોષિત મહિલાઓને મદદ કરવામાં આવે છે . અનાજ , રોજગારી , આરોગ્ય , શિક્ષણની સહાય પુરી પાડી સરકારની જે યોજનાઓ છે . તેને સફળ બનાવી રહ્યું છે . જે માટે લાભાર્થીઓ સાથે વાતચીત કરતા તેમને મળેલી સહાયથી ખૂબ જ ખુશી થઈ ટ્રસ્ટ અભિનંદન ને પાત્ર છે .
ઉલ્લેખનીય છે કે હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યોએ સરકારની વૃદ્ધ પેશન , યોજના , વિધવા સહાય યોજના , રાશન સહાય યોજના , માં કાર્ડ યોજના જેવી યોજના ઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી તેમને સાચા અર્થમાં હેલ્પ કરી ટ્રસ્ટનું નામ સાર્થક કર્યું છે . જેના લાભાર્થી વિતરણ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વાપી તાલુકા માલતદાર પી. બી..પરમાર , વાપી શહેર મામલતદાર ડી.એમ.મહાકાલ , નાયબ મામલતદાર નીલેશ મકવાણા , ટ્રસ્ટ નાં પ્રમુખ યુસુફ ઘાંચી ,નાશીર પાનવાલા, આસીફ ઘાંચી , સલમાન ચૌહાણ ,અકલીમુનનીશા ખાન, જીલુબેન મન્સુરી, અસ્લમ મેતર , સહિત મુસ્લિમ સમાજના આગેવાનો , એમ.એમ.ખાન છોટુભાઈ ,ઈનતેખાબ ખાન , તાજુદીન દમણીયા ,ફારૂક સોલંકી ,હાજી અબ્દુલ વહાબ ખાન ,ઝકરીયા ખાન , ઈકબાલ માલવીયા, મુજીબ અશરફ , આરીફ વાગડીયા ,ગરીબ નવાઝ મસ્જિદ નાં પ્રમુખ અન્સારી , આબીદ સૈયદ ,સલાઉદીન અસારી, સલમાન ખત્રી ,જીયાઉલાહ ખાન,રફીક ગાંધી સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં . કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું હતું .
Previous article
Next article
Leave Comments
Post a Comment