News
દાદરા નગર હવેલી પોલીસે 18 ચોરેલી સાયકલ સાથે એક સાયકલ ચોરને દબોચી લીધો સાયકલની અંદાજિત કિમંત 90,000 રૂપિયા આસપાસની સાયકલો સંદીપે ચોરી કરી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે 18 ચોરેલી સાયકલ સાથે એક સાયકલ ચોરને દબોચી લીધો છે. મળતી માહિતી મુજબ સાયકલ ચોર માત્ર સાયકલ જ ચોરતો હતો. અને ચોરેલી સાયકલ પોતાના સગા ને કોરોના થયો હોય ગામ જવું છે પૈસાની જરૂર છે તેવા બહાના બતાવી સાયકલ વેંચી દેતો હતો.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક ફરિયાદીએ પોતાની સાયકલ ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે એક ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
જે દરમ્યાન સેલવાસ પોલીસે બાતમી આધારે સેલવાસના મારવાડીની ચાલમાં રહેતા સંદીપ સોનેલાલ ગુપ્તાને દબોચી લીધો હતો. જેની પાસેથી 18 ચોરેલી સાયકલ કબ્જે કરી હતી.
આ અંગે સેલવાસ જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પકડાયેલ સંદીપ સોનેલાલ ગુપ્તા સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં દર્દીઓને મળવા આવતા સગાઓની પાર્ક કરેલી સાયકલ ચોરતો હતો. ચોરેલી સાયકલ પોતાને ગામ જવું છે. પરિવારમાં કોરોના થયો છે. પૈસાની જરૂર છે તેવા બહાના બતાવી સાયકલ વેચી દેતો હતો. પોલીસે હાલ 18 સાયકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પકડાયેલ સાયકલ ચોર પાસેથી પોલીસે હરક્યુલસ, સ્ટ્રીટરેસર, સ્કાય રોક, હીરો જેવી જાણીતી બ્રાન્ડની ચોરેલી સાયકલ કબ્જે કરી હતી. બજારમાં હાલ આવી નવી સાયકલના ભાવ 4000 થી શરૂ થઈને 13 હજાર સુધીના છે. જે જોતા અંદાજિત 90,000 રૂપિયા આસપાસની સાયકલો સંદીપે ચોરી કરી હતી. જે સસ્તા ભાવે બીજાને વેંચી દેતો હતો. પોલીસ તપાસમાં આ સાયકલ ચોર કોઈ જ કામધંધો કરતો નથી. અને ચોરીમાં માત્ર સાયકલની જ ચોરી કરતો હોવાની પ્રાથમિક વિગતો મળી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment