વાપી ટાઉન પોલીસે દમણથી કારમાં દારૂ ભરીને આવતા વલસાડના ડુંગરીના બુટલેગરની ધરપકડ કરી 1,46,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જ્યારે દારૂના ગુન્હામાં સંડોવાયેલ 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.



વાપી ટાઉન પોલીસનો સ્ટાફ ગુરુવારે ગોલ્ડકોઈન સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે દમણ તરફથી આવેલી શંકાસ્પદ GJ15-CD-4961 નંબરની કારને રોકવાનો ઈશારો કર્યો હતો.
  પોલીસને જોઈને કારમાં સવાર કાર ચાલક અમિત બાબુ પટેલ અને કારમાં બેસેલ હની નામના ઈસમો કારમાંથી ઉતરીને ભાગ્યા હતાં. જેમાં અમિત બાબુ પટેલને પોલીસે દબોચી લીધો હતો. જ્યારે હની નામનો બુટલેગર ટ્રાફિકનો લાભ લઇ નાસી ગયો હતો.
    પોલીસે પકડાયેલ બુટલેગર અમિતને દબોચી લઈ કાર સાથે ટાઉન પોલીસ મથકે લાવી કાર ના અંદરના ભાગે અને બોનેટ-ડિક્કી માં તપાસ કરતા ડિક્કી અને બોનેટ માંથી 43,200 રૂપિયાની 96 નંગ અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કી દારૂની બોટલ મળી આવી હતી.
 જે અંગે પોલીસે પકડાયેલ ડુંગરી વલસાડના બુટલેગર અમિત બાબુ પટેલની પૂછપરછ કરતા તેમણે વિગતો આપી હતી કે દમણના દલવાડાના નિલેશ ઉર્ફે નિલેશ કાંચા નામના બુટલેગરે આ દારૂ ભરાવ્યો હતો. અને વલસાડ ચીંચવાડા ના બુટલેગર મીનેશ ઉર્ફે મીંછા પટેલે આ દારૂ મંગાવ્યો હતો.
  ટાઉન પોલીસે પકડાયેલ કાર ચાલક બુટલેગર અમિત બાબુ પટેલ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર-દારૂ સહિત કુલ 1,46,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હ તી
               નિલેશ અને મીનેશને વોન્ટેડ જાહેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે બુટલેગરોએ કારમાં કોઈને ખબર ના પડે તેવા અલગ અલગ ચોરખાના બનાવ્યા હતાં. જેમાં દમણ થી ગેરકાયદેસર દારૂ ભરી ચીંચવાડાના બુટલેગર મીનેશને આપવાનો હતો. 
  બુટલેગર દ્વારા ગાડીની અંદર આગળની હેડલાઇટ ની પાછળ ચોર ખાના બનાવ્યા હતા સ્પેર વ્હીલ રાખવાની જગ્યાએ પણ ખાના બનાવ્યા હતા પેટ્રોલ ભરવાની ટાંકીમાં પણ સ્પેશ્યલ ખાવાનું બનાવી દારૂ ની બોટલો મળી આવી હતી તેમજ આગળ બોનેટ માં એન્જિન નજીક ખાનાઓ માંથી પણ મોટા પ્રમાણમાં દારૂની બોટલો મળી આવી હતી આ બુટલેગર દ્વારા ગાડીમાં અલગ રીતે ચોર ખાનાઓ બનાવી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હતો હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે અગાઉ કેટલી વખત દારૂની હેરાફેરી કરી છે તેમજ ક્યાંથી દારૂની બોટલો લાવી અને ક્યાં આપતો હતો તે દિશામાં વાપી પોલીસ તપાસ કરી રહી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close