દાદરા નગર હવેલીના કલેકટર સંદીપકુમાર સિંહની દિલ્હી ખાતે બદલીનો ઓર્ડર થયો

દાદરા નગર હવેલીના કલેકટર સંદીપકુમાર સિંહની દિલ્હી ખાતે બદલીનો ઓર્ડર થયો છે. હોમ અફેર્સ નવી દીલ્હી સેક્રેટરી એ.કે.ભલ્લા અને ડેપ્યુટી સેક્રેટરી ઋષિકેશ અરવિંદ મોડક દ્વારા દાનહ કલેકટર સંદીપ કુમાર સિંહને ડેપ્યુટી સેક્રેટરી પર્શનલ અને ટ્રેનિંગ નવી દીલ્હી માટે બદલી કરવામાં આવી છે. દાનહના સાંસદ મોહન ભાઇ ડેલકરે તોડા મહિના પહેલા મુંબઇની હોટલમાં આપઘાત કરી લીધો હતો.
આપઘાત પૂર્વે તેમણે પોતાની સ્યુસાઇડ નોટમાં આપઘાત માટે દાનહ,દમણ દીવ પ્રશાસક પ્રફુલ પટેલ સહિત 9થી વધુ અધિકારીઓ અને રાજકીય આગેવાનના ત્રાસ અંગે નામ લખી ગયા હતા જેના કારણે આ કેસમાં મુંબઇ પોલીસે સ્યુસાઇડ નોટના આધારે આ 9થી વધુ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.જેમાં દાનહના કલેક્ટર સંદીપકુમાર સિંહનું નામ પણ સામેલ હતું. આ વિવાદ બાદ તાજેતરમાં દાનહ કલેક્ટર સંદીપ કુમાર સિંહની દિલ્હી ખાતે બદલી કરવામાં આવતા અનેક ચર્ચા શરૂ થઇ છે જેમાં પ્રશાસક પ્રફુલ પટેલ પણ સાંસદ ડેલકના આપઘાત કેસમાં સામેલ હોય તેમની બદલી કેમ નથી કરાઇ તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close