અમદાવાદમાં ગુજરાતનું પહેલું વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ તૈયાર, એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગની પણ મજા પણ માણી શકશે રૂપિયા 250 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ : મુખ્યમંત્રી વિજય



અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશની માછલીઓ જોવા મળશે તેમજ એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગ મજા પણ માણી શકાશે, સાયન્સ સિટીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 250 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
.                       ફાઈલ તસવીર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે દુનિયાના સારા એક્વેરિયમમાનું એક એક્વેરિયમ બની રહ્યું છે, જેમાં દુનિયામાં અલગ અલગ મહાસાગરોમાંથી વિવિદ પ્રજાતિની માછલીઓ લાવ્યા છીએ, જેની વ્યવસ્થાના ભાગરૂપે એક્સપર્ટ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં નાના માટા સૌ કોઈ સ્કૂબા ડાઈવિંગની મજા માણી શકશે. 
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે હવે અમદાવાદીઓ માટે સ્કૂબા ડાઇવિંગ કરવું શક્ય બનશે, અમદાવાદ માટે સ્કૂબા ડાઈવિંગ આકર્ષણનું કેન્દ્ર બનશે. ટૂંક સમયમાં જ એક્વેરિયમ અને સ્કૂબા ડાઈવિંગ યુવાનો અને બાળકો માટે ખુલ્લું મુકવામાં આવશે.
                       ફાઈલ તસવીર
 મુંખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે અનેક પ્રોજેક્ટ ગુજરાતમાં ચાલી રહ્યા છે, ટુરિઝમ, ફોરેસ્ટ, સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ, વિકાસના પ્રોજેક્ટ જેટલા પણ પ્રોજેક્ટ હાલ અટકેલા છે તે આવનાર સમયમાં પૂરા કરીને લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે,
                            ફાઈલ તસવીર
 રાજ્યામાં કોરોનાને કારણે અનેક વિધ્નો નડ્યા છે જેને લઈને અનેક પ્રોજેક્ટો પર હાલ કામ થઈ શક્યું નથી પરતું હવે સ્થિતિ સારી થતા આવનાર દિવસોમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરી લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close