વોટ્સએપે જણાવ્યું જે યુઝર્સે અત્યાર સુધી નવા ટર્મ્સ અને કંડીશન એક્સેપ્ટ નથી કર્યા, તેમના કોઇ પણ ફંક્શનને લિમિટ નહીં કરવામાં આવે.

       જે વોટ્સએપ યુઝર્સે અત્યાર સુધી એપની નવી પ્રાઇવસી પોલિસીને એક્સેપ્ટ નથી કરી, તેમના માટે એક રાહતના સમાચાર છે. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપે જણાવ્યું કે જે યુઝર્સે અત્યાર સુધી નવા ટર્મ્સ અને કંડીશન એક્સેપ્ટ નથી કર્યા, તેમના કોઇ પણ ફંક્શનને લિમિટ નહીં કરવામાં આવે.
વોટ્સએપના એક પ્રવક્તાએ જણાવ્યું કે અલગ-અલગ અધિકારીઓ અને પ્રાઇવસી એક્સપર્ટ સાથે તાજેતરમાં થયેલી ચર્ચાને ધ્યાનમાં રાખીને, અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે જેમણે અત્યાર સુધી અપડેટ સ્વીકાર્યું નથી તે માટે અમે કોઈપણ વોટ્સએપ ફંક્શન બંધ કરીશું નહીં. પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે વોટ્સએપ આ નિર્ણય સાથે અડગ રહેશે.
     એક બ્લોગ પોસ્ટમાં વોટ્સએપે પુષ્ટી કરી છે કે મોટાભાગના યુઝર્સ જેમણે નવી પ્રાઇવસી પોલિસી અપડેટને જોઇ છે, એ લોકોએ તેને પહેલા જ એક્સેપ્ટ કરી લીધી છે. સાથે જ જે યુઝર્સે અત્યાર સુધી તેને એક્સેપ્ટ નથી કરી તેમને રિમાન્ડ મળતું રહેશે.
     વોટ્સએપે જણાવ્યું અમે વોટ્સએપમાં નોટિફિકેશન ડિસ્પ્લે જારી રાખીશુ. આ નોટિફિકેશન દ્વારા અમે અપડેટ અંગે યુઝર્સને વધારે જાણકારી આપીશુ અને જેમણે અત્યાર સુધી તેને એક્સેપ્ટ નથી કર્યુ, તેમને રિમાઇન્ડ કરાવતા રહીશુ. હાલ આ રિમાઇન્ડર્સને સતત ચાલુ રાખવા અને એપના ફંક્શનને મર્યાદિત કરવાની કોઈ યોજના નથી.
નવી પોલિસીનો અર્થ છે કે વોટ્સએપ દ્વારા કોઈ બિઝનેસ દ્વારા કરવામાં આવેલા મેસેજ ફેસબુક સાથે પણ શેર કરવામાં આવશે. એટલે કે વોટ્સએપ પર કોઇ બિઝનેસ મેસેજ કરવો એ કોઈ મિત્ર અથવા સંબંધિને મેસેજ કરવા સમાન નથી. કંપની મુજબ તમારી પર્સનલ ચેટ પ્રાઇવેટ જ રહેશે. તેને કોઈ એક્સેસ નહીં કરી શકે. કારણ કે પ્લેટફોર્મ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ છે.
 વોટ્સએપે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે નવી પોલિસી એક્સેપ્ટ નહીં કરવા પર પણ તે કોઇ અકાઉન્ટને ડિલીટ નહીં કરે. પહેલા કંપનીએ જણાવ્યું હતુ કે 15 મે સુધી નવી પોલિસીને એક્સેપ્ટ ના કરવા પર અકાઉન્ટ ડિલીટ કરવામાં નહી આવે. બાદમાં કંપનીએ આ નિર્ણય બદલી દીધો હતો.પરંતુ કંપનીએ જણાવ્યું હતુ કે કેટલાક ફંક્શન મર્યાદિત કરી દેવામાં આવશે. જોકે હવે કંપનીએ આ નિર્ણય પણ ટાળી દીધો છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close