News
રાજ્યમાં 29 શહેરોમાં કર્ફ્યૂનો સમય લંબાવાઈ શકે છે, સરકાર કર્ફ્યૂની તારીખમાં કરી શકે છે વધારો
રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. જોકે હજુ પણ સ્થિતિ ઘણી ગંભીર છે. ત્યારે રાજ્ય સરકાર 15 મે સુધી કરફ્યુ લંબાવવામાં આવે તેવી શક્યતા છે. વધુ સંક્રમણ ધરાવતા રાજ્યના 29 શહેરમાં કરફ્યૂ છે અને સરકાર કરફ્યૂની તારીખમાં વધારો કરી શકે છે.
સરકાર લોકડાઉન લગાવવા મુદ્દે કોઈ વિચારણા કરતી નથી. પરંતુ કરફ્યુના કડક અમલવારી પર ધ્યાન આપશે. રાજ્યની વર્તમાન સ્થિતિને જોકે કરફ્યુની તારીખ વધારવામાં આવી શકે. જોકે બાદમાં કેસ ઘટે તેવા વિસ્તારને તબક્કાવાર કરફ્યૂ મુક્ત પણ કરી શકે છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment