IPLને લાગ્યુ કોરોનાનું ગ્રહણ/ આ આખેઆખી ટીમને ક્વોરન્ટાઇન થવાનો BCCIએ આપ્યો આદેશ,


આઇપીએલ (IPL 2021)ની 14મી સીઝન પર પણ હવે કોરોના વાયરસનો ખતરો તોળાઇ રહ્યો છે. કેટલાકં ખેલાડી અને સપોર્ટ સ્ટાફ તેની ઝપેટમાં આવી ગયો છે. 
સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સના ક્રિકેટર વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જે કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે તેની મેચ સ્થગિત કરવી પડી. જો કે ટીમના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમ છતાં પણ તેમને આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. કેકેઆરના કેમ્પમાં કોરોના ફેલાવાની ખબર સામે આવ્યાના થોડા સમય બાદ જ ચેન્નઇ સુપર કિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને એક બસ સફાઇ કર્મી પણ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
             બીસીસીઆઇએ દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટ સ્ટાફને આગામી નોટિસ સુધી પોતાને આઇસોલેશનમાં રહેવાના નિર્દેશ આપ્યા છે. હકીકતમાં કેકેઆરે પોતાની ગત મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે જ રમી હતી. કેકેઆરના વરુણ અને સંદીપનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે બીસીસીઆઇ કોઇ જોખમ લેવા નથી માગતુ.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close