કાપડ માર્કેટ બંધ થવાને કારણે વિવિંગ ઉદ્યોગને ઉત્પાદન-કાપ મૂકવાની ફરજ પડી હતી. જેથી ઓછામાં ઓછો 30 દિવસના માલનો ભરાવો થયો હતો.

કોરોનાની બીજી લહેરને કારણે કાપડ બજાર 23 દિવસ સંપૂર્ણપણે બંધ રહેતાં, ટેક્સટાઇલ ઉદ્યોગની સમગ્ર ચેઇનને અસર થઇ છે. ગ્રે, ફિનિશ્ડ અને વેલ્યુએડીશન વાળો માલ જુદા જુદા સ્તરે બ્લોક થઇને પડયો છે. એક અંદાજ અનુસાર 30 દિવસનો રુ.3600 કરોડનો માલ નિકાલ વિના પડયો છે.
 કાપડ માર્કેટમાં કોરોના સંક્રમણના કેસો વધ્યા પછી જ માર્કેટ બંધ કરાવવામાં આવી હતી. જોકે, તે પહેલાંથી કોરોનાના બીજી લહેરને કારણે સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગને બહુ મોટી અસર કારીગરોની હિજરત અને ઉત્પાદન-કાપ મૂકવાને કારણે આવી ગઈ હતી. 
 વિવિધ ઉદ્યોગમાં, પ્રોસેસ ઈન્ડસ્ટ્રીઝમાં અને એમ્બ્રોઇડરી એકમો ઉપરાંત માર્કેટના વેપારીઓ પાસે પણ તૈયાર માલનો સ્ટોક પડયો છે. કોરોનાને કારણે માર્કેટ બંધ કરવામાં આવ્યા પછી આ તમામ માલ જાને ત્યાં નિકાલ વિના પડી રહ્યો છે. 
 દૈનિક 3 કરોડ મીટર ગ્રેના ઉત્પાદન અને વેલ્યુએડીશન માટે ડાઇગ-પ્રોસેસિંગ તથા એમ્બ્રોઇડરી માટેના આ માલની એક મહિનાના સ્ટોક વેલ્યુ એવરેજ મીટરનો રુ. 40 પ્રમાણે રુ. 3600 કરોડનો જુદા જુદા સ્તરે જામ થયો છે.
         વિવિધ ઉદ્યોગમાં એકમોમાં ૨૦થી લઈને 30-35 દિવસના તાકાઓનો સ્ટોક છે, તો કાપડ માર્કેટ બંધ થઇ તે પહેલાં મિલોમાં પ્રોસેસિંગ માટે મોકલવામાં આવેલા તાકાઓનો અને ફિનિશ્ડ તાકાઓનો મોટો સ્ટોક પડયો છે. તેવી જ રીતે એમ્બ્રોઇડરીના કારખાનામાં અને વેલ્યુ એડીશન માટે મોકલાયેલો થોડો સ્ટોક નાનાં-નાનાં એકમોમાં પડયો છે.
   કોરોનાની પ્રથમ વખતે એકાએક પગલાં લેવામાં આવ્યા હોવાથી, વેપાર-ઉદ્યોગ અને એકમો તાત્કાલિક બંધ થઈ ગયા હતા અને તેને કારણે આટલો મોટો જંગી સ્ટોક ઈન્ડસ્ટ્રીઝમાં થયો નહોતો. પરંતુ આ વખતે પરિસ્થિતિ જુદી છે. 
ઔદ્યોગિક એકમો બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ટ્રેડિંગ એક્ટિવિટી ઉપર બ્રેક લગાવી દેવામાં આવી છે. જંગી સ્ટોકનાં નિકાલની ચિંતા ટેક્સટાઇલ ઉદ્યોગના દરેક ઘટકોને સતાવી રહી છે.
          કાપડબજારમાંની માર્કેટ શરૃ થયાને આજે એક અઠવાડિયું વીતી ગયું છે. હજુ કામકાજો આગળ વધ્યાં નથી. વિવિગ ઉદ્યોગમાં તાકાઓનો ભરાવો છે, અને તેને કારણે કારખાનેદારો રાત પાળી શરૃ કરવા માટે તૈયાર નથી. બહારગામની ખરીદી નહીં નીકળે અને વેપારીઓ તરફથી માલનું ડિસ્પેચીગ શરું નહીં થાય ત્યાં સુધી ગ્રેની ખરીદી નીકળવાની નથી, એ ચોક્કસ હોવાથી કારખાને દારો રાહ જોઈને બેઠા છે. કામકાજ વ્યવસ્થિત રીતે શરૃ થતા એક અઠવાડિયું નીકળી જાય એવી શક્યતાઓ છે.

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close