News
સમાજ સુધારક અને મહાન સ્વતંત્ર સેનાની એવા veer savarkar ની પુણ્યતિથિધર્મના :- આધારે વિશેષાધિકાર આપવાનું લોકશાહી વિરુધ્ધ છે: વીર સાવરકર
ક્રાંતિકારી વીર સાવરકરને ૧૯૧૦માં કાળા પાણીની સજા કરવામાં આવી ત્યારે તેઓએ ત્યાં જઈને ક્રાંતિકારીઓનું મનોબળ મજબૂત કરી દેશ પ્રત્યેની ફરજના બીજ રોપ્યા હતા.ઉપરાંત નિરક્ષર કેદીઓમાં ૬૦ ટકા સાક્ષરતાનું પ્રમાણ કર્યું હતું.
એમ.એસ.યુનિ.ની ઈન્સ્ટિટયૂટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ, વીર સાવરકર સ્મૃતિ કેન્દ્ર અને ભારત માતા મંદિરના સંયુક્ત ઉપક્રમે યુનિ.ના પં.દીનદયાલ ઓડિટોરિયમ ખાતે બે દિવસીય 'વીર સાવરકર વિચાર ધારા' વિશે સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સાવરકર વિશેષજ્ઞો કહ્યું કે, વીર સાવરકર હિંદુત્વવાદી અને વિજ્ઞાાનનિષ્ઠ હતા. ચાણક્ય અને વીર સાવરકર બંનેની નીતિ એક જ હતી અને એટલા માટે ગૃહમંત્રીના દિવાનખંડમાં ફક્ત આ બંનેની જ તસવીરો જોવા મળે છે.
સાવરકરે કહેલું, કોઈપણ જાતિ, ધર્મ અને પંથના આધારે લોકોને વિશેષાધિકાર આપવો તે લોકશાહીની વિરુધ્ધમાં છે. આપણે દરેક ગ્રંથોનો આદર કરવો જોઈએ પરંતુ તેના આધારે રાજ્ય ચાલે એવું ન હોવું જોઈએ. લોકો અને દેશના હિતમાં જે યોગ્ય હોય તેને અનુસરવું જોઈએ.
આઝાદી બાદ સાવરકરે કહેલું હવે દેશમાં બુલેટ નહીં બેલેટ ક્રાંતિ થશે. પરંતુ મતપેટીનું તળિયું કાંણુ નથી તેની ચકાસણીની જવાબદારી લોકોની છે. આધુનિકરણ પર ભાર મુક્તા સાવરકરે કહ્યું હતું કે, દેશ ફક્ત તત્વજ્ઞાાનથી જ નહીં ચાલે જ્યાં સુધી દેશ પાસે મજબૂત શસ્ત્રબળ નહીં હોય ત્યાં સુધી દુનિયામાં તેનું કોઈ સ્થાન નથી. રશિયા અને અમેરિકા એટલા માટે મોટા રાષ્ટ્ર ગણાતા કારણકે તેમની પાસે આજથી ૬૦થી ૭૦ વર્ષ પહેલા અણુબોમ્બની તાકાત હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment