31 માર્ચ 2021 સુધીનો મોટર વાહન વેરો ચુકવી દીધો હોય અને કોઈ ચડત ટેકસ ન હોય તેવા આ ટ્રાવેર્લ્સ વાહનોને જ ત્રણ માસની ટેકસ માફી મળશે.

કોરોનાકાળમાં ખાનગી ટ્રાવેર્લ્સોની હાલત ખરાબ થઈ ગઈ છે.ટ્રાવેલ્સ વાહનો ઉપયોગ વિનાના પડયા છે. જયારે રાજય સરકાર દ્વારા વાહન ટેકસમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. 
   ગુજરાતના પરિવહન મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર પ્રમાણે 1/4/2017 પૂર્વે રાજયમાં રજીસ્ટર્ડ થયેલા 12 મુસાફરો સુધીની ક્ષમતા ધરાવતા પ્રવાસી વાહનોનો એપ્રિલથી જુન સુધીનાં ત્રણ મહિનાનો મોટર વ્હીકલ ટેકસ માફ કરવામાં આવ્યો છે. 
આજ રીતે ગુજરાતનાં 31-5-2021 સુધીમાં રજીસ્ટર્ડ થયેલી અને કોન્ટેકટ કેરેજ તરીકે દોડતી મીની બસો માટે પણ ત્રણ મહિનાનો મોટર વાહન વેરો માફ કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં આ વાહનોને નોનયુઝ તરીકે ગણીને ટેકસ માફી આપવામાં આવી છે.જોકે રાજય સરકારે એવી શરત મુકી છે કે 31 માર્ચ 2021 સુધીનો મોટર વાહન વેરો ચુકવી દીધો હોય અને કોઈ ચડત ટેકસ ન હોય તેવા આ ટ્રાવેર્લ્સ વાહનોને જ ત્રણ માસની ટેકસ માફી મળશે.
કોરોના કાળમાં ગુજરાત સહીત દેશભરનો પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ જેવો થઈ ગયો છે. લોકો પણ બિનજરૂરી મુસાફરી ટાળી રહ્યા છે. જયારે ખાનગી ટ્રાવેર્લ્સોની હાલત ખરાબ છે. કેટલીક ટ્રાવેર્લ્સ કંપનીઓએ ધંધા પણ બંધ કરી દીધા છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close