News
કેન્દ્રમાં મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થતાં વાપી ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની ભાજપ સરકારના 7 સફળ વર્ષ પૂર્ણ થવાના ઉજવણી રૂપે આજરોજ "સેવા એજ સંગઠન" ના કાર્યક્રમ અંતર્ગત ભાજપ વાપી શહેર વોર્ડ નંબર 9 મા સેવાકાર્ય નુ આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ દરમિયાન લોકોની વચ્ચે જઈ માસ્ક વિતરણ સેનીટાઇઝર વિતરણ ઓક્સિજન લેવલ ચેક થર્મલ સ્ક્રીનીંગ અને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના ના ફોર્મ ભરવાનું કાર્યક્રમ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શીલ્પેશ ભાઈ દેસાઈ ભાજપ વાપી શહેર મહામંત્રી શ્રી દિલીપભાઈ પાટીલ વાપી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી મિતેશભાઇ દેસાઈ વાપી શહેર મંત્રી શ્રી પ્રવીણભાઈ તલસાણીયા મંત્રી અને કોર્પોરેટર શ્રીટીનાબેન હળપતિ મંત્રી શ્રી ફાલ્ગુની બેન શાહ મહિલા મોરચાના વાપી શહેર મંત્રી શ્રી ફાલ્ગુનીબેન મહારાજ અરુણાબેન પટેલ વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા સહ.ઈન્ચાર્જ શ્રી ચેતનભાઈ પટેલ આઈટી સોશિયલ મીડિયા માંથી સોહીલ ભાઈ શેખ વિવેકભાઈ રાઈ અને કાર્યકર્તા ની ઉપસ્થિતિ રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment