ગુજરાત 61 વર્ષનું થઈ ગયું અને રાજ્યમાં આરોગ્યની સ્થિતિ સાવ અલગ છે. આજે ગુજરાતની હૉસ્પિટલોમાં બેડ નથી, પૂરતો ઓક્સિજન નથી, રેમડેસિવિર ઈન્જેક્શન નથી, બાયપેપના ઠેકાણા નથી અને વેન્ટિલેટર તો નસીબમાં હોય એને મળે છે.

  

આમ તો વર્ષોથી હેલ્થ સેક્ટરમાં ગુજરાત દેશનું મોડલ સ્ટેટ હોવાના ઢોલ પીટાતા રહ્યા છે. પણ 13 મહિનામાં જ કોરોનાએ ગુજરાત સરકાર અને રાજ્યની હેલ્થ સિસ્ટમના કપડાં ઊતારી લીધાં છે. પણ સવાલ એ છે કે, આ સ્થિતિ માટે જવાબદાર કોણ? 
     ગુજરાતની 68 ટકા વસતી ગામડાંઓમાં રહે છે જ્યારે 32 ટકા વસતી શહેરી વિસ્તારમાં રહે છે. પણ હકીકત એ છે કે, 80 ટકા ડૉક્ટર્સ શહેરોમાં છે, જ્યારે ગામડાંઓમાં માત્ર 20 ટકા છે. એનાથી પણ વરવી વાસ્તવિકતા તો એ છે કે, રાજ્યમાં 8 ટકા ડૉક્ટર જ સરકારી નોકરી કરે છે.
ઓગસ્ટ 2018ની સ્થિતિએ ગુજરાત પાસે 1,474 પ્રાઈમરી હેલ્થ સેન્ટર, 363 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, 9156 સબ હેલ્થ સેન્ટર, 33 સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ અને 22 ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ છે. એટલે કે, હજુ 11 ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ, 65 CHC, 173 PHC અને 1,336 સબ સેન્ટરની ઘટ છે.
ગ્રામ્ય વિસ્તારના CHCની સ્થિતિ તો સાવ બદતર છે. અહીં 29 ટકા ડૉક્ટરોની ઘટ છે. જ્યારે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની 90 ટકા પોસ્ટ ખાલી છે. CHCમાં સુપ્રિન્ટેન્ડન્ટની 88 ટકા, ક્લાસ-1 સ્પેશિયાલિસ્ટની 80 ટકા, ક્લાસ-2 મેડિકલ ઓફિસરની 19 ટકા અને ક્લાસ-2 ડેન્ટિસ્ટની 24 ટકા અછત છે.
ઓગસ્ટ 2018ની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ એક હજારની વસતીએ હૉસ્પિટલોમાં માત્ર 0.30 બેડ છે. જ્યારે દેશમાં પ્રતિ હજારની વસતીએ બેડનો આંક 0.55 છે.એપ્રિલ 2021ની સ્થિતિએ રાજ્યમાં 49332 ઓક્સિજન પર છે. આ દર્દીઓને દૈનિક 1200 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. જ્યારે કેન્દ્ર પાસેથી માત્ર 975 મેટ્રિક ટન ઓક્સિજન મળે છે.
   ઓગસ્ટ 2011, એટલે કે, લગભગ 10 વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું ગુજરાતના દરેક જિલ્લામાં એક મેડિકલ કૉલેજ બનશે. ગુજરાતમાં ડૉક્ટરોની સંખ્યા બમણી કરી દેવામાં આવશે. હસતાં હસતાં એવુંય બોલ્યા હતા કે, 108 ડાયલ કરોને મોદી હાજર. અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટી, મેડિકલ કૉલેજ અને રિસર્ચ સેન્ટરના ઉદઘાટન સમારોહ કાર્યક્રમમાં આ વાત કરી હતી.

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા



Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close