હેલ્થ ડેસ્ક વલસાડ એક્સપ્રેસ
વલસાડ એક્સપ્રેસ દ્વારા આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. જો તમે કોઈ પણ પ્રકારની બીમારીથી પીડિત છો તો મિશ્રણના અમલ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.
આજે અમે તમને એક એવા ઘરેલુ ઉપાય વિશે માહિતી આપીશું જે દહીં અને કીસમીસથી તૈયાર કરવામાં આવે છે. આ રેસીપી પુરુષોના સ્વાસ્થ્ય માટે ખુબજ અસરકારક છે. તો જાણો આ રેસીપી બનાવવાની રીત અને તેના ફાયદા..
પહેલા કિસમિસના ગુણો વિશે વાત કરીએ તો તેમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. તેથી તે એનિમિયા સામે રક્ષણ આપે છે. આ સિવાય તેમાં કોપર પણ હોય છે, જેથી શરીરમાં બ્લડ સેલ્સનું પ્રમાણ વધે છે અને લોહીની કમી રહેતી નથી. કિસમિસમાં વિટામિન એ, બી-કોમ્પ્લેક્સ અને સેલેનિયમ હોય છે, જે કમજોર લીવર, ગુપ્ત રોગ અને નબળી રોગપ્રતિકારક શક્તિને દૂર કરે છે. કિસમિસનો સમાવેશ ટેસ્ટોસ્ટોરોન બુસ્ટીંગ ફુડ્સની કેટેગરીમાં થાય છે. આ હાર્મોન પુરુષોની સેક્સુઅલ પ્રોબ્લેમ્સ દૂર કરે છે.
દહીંના ગુણો વિષે વાત કરીએ તો તેમાં ફોસ્ફરસ, પ્રોટીન, લેક્ટોઝ, કેલ્શિયમ જેવા રાસાયણિક પદાર્થો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે ઉનાળામાં શરીર માટે ખુબ જ જરૂરી છે. ઉનાળામાં દહીં ખાવાનું પુરુષો માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
સૌ પ્રથમ બાઉલમાં ગરમ દૂધ લો.ત્યારબાદ દૂધમાં કિસમિસ નાખો.પછી આ દૂધ અને કિસમિસના મિશ્રણમાં એક ચમચી દહીં નાખો અને મિક્સ કરો.આ પછી, બાઉલને દસથી બાર કલાક માટે ઢાંકીને મૂકી દો.અને જ્યારે દહી સારી થીજી જાય ત્યારે તેનું સેવન કરો. શરીરમાં સારા બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થશે શરીરના હાડકાં પણ મજબૂત બનશે શરીરમાં આવેલો સોજો ઓછો થશે બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરી શકાશે.
સવારે અથવા બપોરે દહીં અને કિસમિસના મિશ્રણનું સેવન કરી શકાય છે. એક સંશોધન અનુસાર આ મિશ્રણના સેવનથી પુરુષોમાં સીમેન ક્વોલિટી ઈમ્પ્રુવ કરવામાં મદદ મળે છે.. આ સિવાય દહીં આપણને અનેક રોગોથી પણ દૂર રાખે છે. માટે પુરુષોને દહીંનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે કિસમિસને ટેસ્ટોસ્ટોરોન બુસ્ટીંગ ફુડ્સની શ્રેણીમાં ગણવામાં આવે છે.આ એક એવું હાર્મોન છે જે પુરુષોની એકસ્યુઅલ સમસ્યાઓ દૂર કરવા અને તેમની વિવિધ શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે અસરકારક રીતે કાર્ય કરે છે. આ ગુણને લીધે આ મિશ્રણને પુરુષો માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment