News
વલસાડમાં મીઠાઇમાં જીવાણું નિકળતા ફુડ એન્ડ ડ્રગ્સનો છાપો માર્યો દોઢ માસથી દૂકાન બંધ હોવાથી જીવાણું પડ્યા હોય તેવી વાત પ્રાથમિક તબક્કે જણાયું
વલસાડમાં કેબી મોલ સામે આવેલી જોધપુર મિઠાઇની દૂકાનમાંથી એક ગ્રાહકે ખરીદેલી મીઠાઇમાંથી જીવાણું નિકળતાં મામલો ફુડ એન્ડ ડ્રગ્સ અને કલેકટર સુધી પહોંચ્યો હતો.ગ્રાહકે ફરિયાદ કરતાં ફુડ વિભાગે દૂકાનમાં ચેકિંગ હાથ ધરી સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરતાં ફફડાટ ફેલાયો હતો.
ફાઈલ તસવીર
વલસાડમાં લોકડાઉનની છેલ્લા દોઢ માસથી પરિસ્થિતિ ચાલી રહી છે. જેને લઇ દૂકાનદારો દૂકાનો બંધ કરીને બેઠા હતા ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ હાલે દૂકાનો ફરી શરૂ કરી છે.
વલસાડ કેબી મોલ સામે આવેલી જોધપુર સ્વીટ નામની દૂકાનમાં શોયેબ મલિક નામના ગ્રાહક દૂકાનમાંથી મિઠાઇ ખરીદી ઘરે પોતાની પત્નીને આપી શોયેબ બહાર ચાલી ગયો હતો.પત્નીએ મીઠાઇનું બોક્સ ખોલતા પત્નીએ પતિને ફોન કરી મિઠાઇમાંથી કિડા નિકળ્યા હોવાની જાણ કરી હતી.ગ્રાહક મલિકે દૂકાને જઇ સંચાલકને જણાવતા દોઢ માસથી દૂકાનો બંધ છે આજે ખોલી છે તો નિકળ્યા હશે તેવું જણાવી હાથ ઉંચા કરી લેતા જીભાજોડી થઇ હતી,જેનો વિડીયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. ગ્રાહકે ફુડ એન્ડ ડ્રગ્સ અને કલેકટરને અરજી કરતા ફુડ વિભાગે દૂકાનમાંથી સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment