News
તા. ૩૧મીએ વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળશે
માહિતી બ્યુરો વલસાડ તા.૨૮: વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક તા.૩૧/૫/૨૦૨૧ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે જિલ્લા પ્રભારી તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળશે.
ફાઈલ તસવીર
આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના વર્ષ ૨૦૨૧-૨૨ના કામોનું આયોજન મંજૂર કરવા તેમજ ૨૦૨૦-૨૧ના મંજૂર થયેલા આયોજનના બાકી કામોની સમીક્ષા કરવાની સાથે ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન મંજૂર થયેલા કામોમાં ફેરફારો તથા બચત રકમના કામોની મંજૂરીથી બહાલી આપવા વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને આયોજન સહિત સંપૂર્ણ માહિતી સાથે હાજર રહેવા પ્રાયોજના વહીટદાર તેમજ વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના સભ્ય સચિવ દ્વારા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment